શીલ્ડ વિતરણ, તાવો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમટી જંગી મેદની
ગત દિવસોમાં વિશ્ર્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપક્રમે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ શ્રૃખલામાં આ વર્ષના સુત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ સાથે તાવા પ્રસાદ અને તા. 15 ના રોજ હેમુગઢવી હોલ ખાતે યોજાયેલ અનેક નવીનતમ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ જંગી મેદની સ્વયંભુ રીતે ઉમટી પડી હતી. સ્પર્ધકોને શીલ્ડ વિતરણનો કાર્યક્રમ ગત તા. 13 ને શનિવારના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને શીલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા દ્વારા સર્વે ભક્તોને શબ્દોથી
સ્વાગત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપા ગીગા ઓટલાના મહંત વર્ષ ર0રર જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ નરેન્દ્રબાપુ દ્વારા પોતાના પ્રવચનની શરૂઆતમાં પ્રમુખ સ્વામી મહારાજની પૂણ્યતિથી નિમિતે ર-મીનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. પોતાના છટાદાર વક્તવ્યમાં પૂજય નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું કે, વિ.હિ.પ. સમગ્ર હિન્દુ સમાજને એક સાથે લાવવાનું કાર્ય કરે છે.
બી.એ.પી.એસ. રાજકોટના અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણા રાષ્ટ્રને હિન્દુત્વ પીરસનારા બહુ ઓછા છે માત્ર વિ.હિ.પ. આપણને એ પીરસી રહયું છે. જેની આજે સમાજને તથા રાષ્ટ્રને ખૂબ જરૂર છે. આ તકે સુત્ર સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતિય અને પ્રોત્સાહક વિજેતાઓને શીલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ સૌએ સાથે તાવા પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ પ્રસંગે અનેકવિધ સામાજીક તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતાં.
ગત તા. 15 ના રોજ હેમુગઢવી હોલ ખાતે કૃષ્ણ ભક્તિ – દેશ ભક્તિ નામક એક નવીનતમ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. એક સાથે એક મંચ પર 36 કલાકારોએ પોતાની કળા પીરસી હતી. નૃત્ય, ગીત, સંગીત, વકત્વયોના સુંદર સંયોજનથી બનેલો આ કાર્યક્રમ આર.ડી. ગ્રુપના પરેશભાઈ પોપટના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. જેમાં ગાયક કલાકાર તરીકે જયેશ દવે, અમી ગોસાઈ, હેમંત જોષી, તેજશ શીસાંગીયા તથા ડાન્સ ગ્રુપ સાંઈ ગ્રુપ રાકેશ કડીયા દ્વારા સમગ્ર ભક્તિમય તથા દેશભક્તિ માહોલ બનાવેલ હતો અને સમગ્ર ઓડીટોરીયમ દર્શકોથી ભરાઈ ગયું હતું.