આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સંઘના ત્રણ દિવસીય સંમેલનમાં હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર અંગે રોચક વાતો કરી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવે કહ્યું કે ‘હિન્દુ રાષ્ટ્ર’ નો મતલબ એવો નથી કે મુસ્લીમો  માટે કોઇ જગ્યા નથી કેમ કે આપણે સૌ વસુદૈવ ‘કુટુેમ્બકમ’ માં માનીએ છીએ અને તેમાં દરેક સમુદાયનો સમાવેશ થાય છે. સંઘ સાર્વભૌમિક ભાઇચારની ભાવના સાથે કામ કરે છે.

અને ભાઇચારાનો મુખ્ય સિઘ્ધાંત વિવિધતામાં એકતા છે. આ વિચાર આપણી સંસ્કૃતિમાંથી આવે છે જેને દુનિયા હિન્દુત્વ કહે છે અને એટલા માટે જ આપણે ‘હિન્દુ રાષ્ટ્ર’ પર વધુ ભાર મુકીએ છીએ. ભાગવતે સંઘના ત્રણ દિવસીય સંમેલનમાં આ અંગે વાત કરી.

વધુમાં મોહન ભાગવતે જણાવ્યું કે આરએસએસનો ઉદેશ્ય સૌને સાથે રાખવાનો છે. હિન્દુ રાષ્ટ્રનો મુસ્લિમો માટે કોઇ જગ્યાનથી આવુ થશે ત્યારે હિન્દુત્વ પણ નહી રહી હિન્દુત્વ એક વિશ્ર્વ પરિવાર વિષે વાત કરે છે. હિન્દુત્વ વસુધૈવ કુટુમ્બકમ અંગે વાત કરે છે. હિન્દુત્વએ ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો સાર છે અને તેનો ઉદ્ેશ્ય વિવિધ ધર્મો અને વિચારોના લોકો વચ્ચે ભાઇચારો વધારવાનો છે.

આરએસએસ પ્રમુખે હિન્દુત્વને ભારતીય અવધારણાના સમાનાર્થી તરીકે સંબોધન કર્યુ જેનો ઉપયોગ દરેક ભારતીઓ માટે થાય છે. અને તે વિવિધતામાં એકતાનું પ્રતિબિબ છે. વધુમાં ભાગવતે ઉમેર્યુ કે સંઘ કોઇ ભાષા કે ભગવાનને એક સાથે બાંધીને રાખવાનું નથી કહેતો સંઘ સર્વ સમભાવ રાખવાનું કહે છે.

આપણો ખોરાક અનુષ્ઠાન અને રીત રીવાજો સમાન નથી. આપણે વિવિધ રાજયો ભાષાઓ અને જાતિઓમાં વિભાજીત છીએ આમ છતાં આપણે ભારત માતા અને સાર્વભોમિક માનવીય મૂલ્યોના અનુયાયી હોવાનો દાવો કરીએ છીએ. વધુમાં ભાગવતે કહ્યું કે ડો. આંબેડકરે પણ કહ્યું હતું કે ધર્મ એક કોડ નથી પરંતુ મૂલ્યોનો એક સેટ છે અને હિન્દુત્વ મૂલ્યોના એ સેટ પર આધારીત છે એક કોડ બદલી શકાય છે પરંતુ મુલ્યો બદલાતા નથી.

ગૌ આધારીત ઉત્પાદનો- મોદી-યોગી કૂર્તા ઓન ડિમાન્ડ

છેલ્લા કેટલાક સમયથી ભારત અને ભારતની બહાર પણ ગૌ આધારીત ઉત્પાદનો ધૂમ મચાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગાયનુ ઘી, દૂધ, ગૌમુત્રનો અર્ક અને હવન માટેની ગૌ આધારિત સામગ્રીઓ ઓન ડિમાન્ડ છે. આ સાથે જ મોદી અને યોગીના કૂર્તા પણ ઓનલાઈન માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ દ્વારા નેચરલ કોસ્મેટીકસ અને મેડિસીનપ્રોડકટ જે ગૌ આધારીત ઉત્પાદનો છે તેને એમેઝોન એપ દ્વારા ઓનલાઈન માર્કેટમાં વેચી રહી છે. આ સાથે મોદી અને યોગીના કૂર્તા પર એમેઝોનએપ પર ધૂમ મચાવી રહ્યા છે.

ઓરેન્જ કલરનાં મોદી-કૂર્તાઓન ડિમાન્ડ છે જયારે ‘યોગી’ કૂર્તા વિવિધ કલરમાં ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને વ્હાઈટ, ગ્રે, અને પીન્કનો સમાવેશ થાય છે. મોદીના કૂર્તા પાયજામા અને જેકેટ યુવાઓમાં ખૂબજ લોકપ્રિય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.