ચૌધરીની દીકરીના લગ્ન પ્રસંગે પાંચ લાખનું મામેરુ ભરી માનવ ધર્મના દર્શન કરાવ્યા
મહેસાણા ન્યૂઝ
ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગો સાથે તેમજ રાજકારણમાં જેનો ખૂબ જ દબદબો છે ત્યારે ચૌધરી સમાજના પરિવારના ત્યાં લગ્ન પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી તે ખૂબ જ બિરદાવા લાયક છે
જ્યાં માનવતા મહેકતી હોય છે ત્યાં કોઈપણ ધર્મના વાડા હોતા નથી જેનો પુરાવો મહેસાણાના મેવડ ગામે જોવા મળ્યો છે
મહેસાણા તાલુકાના મેવડ ગામના પાર્સિંગ ભાઈ દેવજીભાઈ ચૌધરીને ત્યાં દીકરીના લગ્ન પ્રસંગે કડી તાલુકાના ભટાસણ ગામના મુસ્લિમ પરિવાર ફૈઝલ અને ફારુક બંને ભાઈઓ દ્વારા પારસીંગભાઇ ચૌધરીની દીકરીના લગ્ન પ્રસંગે પરિવાર સાથે પધારી રૂપિયા પાંચ લાખનું મામેરુ ભરી માનવ ધર્મના દર્શન કરાવ્યા હતા. જ્યારે આપણે ઘણા એવા કિસ્સા જોતા હોઈએ છીએ કે અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર હિંદુ મુસ્લિમ કરી અને એકબીજાને લડાઈ-મારતા હોય છે પણ તેનાથી ઊલટું મહેસાણા તાલુકાના મેવડ ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું જે લાગણી ભર્યું દ્રશ્ય જોવા મળ્યું તે ખરેખર માનવ જીવનને ઘણો બધો સંદેશો આપતો જોવા મળ્યો હતો
કિશોર ગુપ્તા