આપણા શિક્ષણમાં વલ્લભાચાર્ય કે માધવાચાર્યના પાઠની જગ્યાએ અન્ય ધર્મના પાઠ ભણાવાયા: નવેસરી ઈતિહાસ લખવાની જરૂર
‘અબતક’ની મુલાકાત દરમિયાન નરોત્તમભાઈ પલાણે સૌરાષ્ટ્રમાં પુરાત્તત્વ અને સંશોધનમાં આડસરૂપ કારણો વર્ણવ્યા
સૌરાષ્ટ્રના પાળીયાઓમાં હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થાય છે. પરંતુ આપણા ઈતિહાસમાં આપણે માત્ર બરબાદીનું વર્ણન જ કર્યું છે. તેવું આજે ‘અબતક’ની વિશેષ મુલાકાતે આવેલા પુરાતત્વવિદ અને જાણીતા સાહિત્યકાર નરોતમભાઈ પલાણે કહ્યું હતું. તેઓ સૌરાષ્ટ્રના ખ્યાતનામ પુરાતત્વવિદ પી.પી.પંડ્યાએ કરેલા કાર્યો વિશે યોજાનાર પરિસંવાદનમાં હાજરી આપવા રાજકોટ આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા સૌરાષ્ટ્રના પાયાઓમાં હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થાય છે. છતાં આપણે આપણા ઈતિહાસમાં માત્ર બરબાદીનું વર્તન કર્યું છે. ભારત સીવાય સમગ્ર વિશ્ર્વમાં ફૂટપાને પણ સાચવવામાં આવે છે પરંતુ અહીંયા પુરાતત્વીય પદાર્થોની મહત્વતા લોકો ભૂલી ગયા છે. લોકો વિરાસતને ભૂલી ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં પુરાતત્વ અંગે ખુબજ નિરસતા જોવા મળે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા એક પણ યુનિવર્સિટીમાં પુરાતત્વનો કોઈ વિભાગ જ ની. ઈતિહાસ માત્ર પાઠ્ય પુસ્તકમાં જ ભણાવવામાં આવે છે. ઈતિહાસમ પણ મુગલ કે અંગ્રેજોએ થોપી દીધેલો બાળકોને ભણાવવામાં આવે છે જેથી હું એવા લોકોના સર્મનમાં છું જેમણે નવેસરી ઈતિહાસ લખવાની વાત કરી છે. આપણી ઉપર મુગલ અને અંગ્રેજોએ ઈતિહાસ થોપી દીધો હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. આપણે હજુ માનસીક ગુલામીમાંથી બહાર ન આવ્યા હોવાનો મત તેમણે રજૂ કર્યો હતો. તેમણે દાખલો આપતા કહ્યું હતું કે, બાળકોને અભ્યાસમાં વલ્લભાચાર્ય કે માધવાચાર્યના પાઠ ભણાવવામાં આવતા ની. પરંતુ અન્ય કોઈનો ઈતિહાસ જ ભણાવવામાં આવી રહ્યો છે. મધર ટેરેસાને એવોર્ડ અપાય છે તો તેના કરતા પણ વધુ સેવા કરનાર પરબ વાવની અમરમાતાને કેમ ભૂલી જવાય છે તેવો વેધક પ્રશ્ર્ન તેમણે પુછયો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, દ્વારકાના દરિયામાંથી ૧૦,૦૦૦ વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે પરંતુ આ અવશેષોની રક્ષા કરવામાં આપણે સદંતર નિષ્ફળ રહ્યાં છીએ. આપણે ખુરશી ઉપર એવા લોકોને બેસાડ્યા છે જેઓ આવી વાતની કોઈ કિંમત કરતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, પી.પી.પંડ્યા છેલ્લા એવા વ્યક્તિ હતા જેમને પ્રિ-હિસ્ટ્રીમાં રસ હતો. હવે લોકોને માત્ર હિસ્ટ્રી કે અન્ય વસ્તુઓમાં રસ હોય છે. તેમણે સંસ્કૃતિના જતન અંગે ઓસ્ટ્રેલીયાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલીયાની યુનિવર્સિટીમાં પરશુરામને લગતા વિષયો સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ આપણે ત્યાં નિરસતા જોવા મળે છે. પી.પી.પંડ્યાએ છેલ્લા ૧૦ વર્ષમાં એવા કામ કર્યા હતા. જેમણે અનેક દાખલા બેસાડયા હતા. કૃષ્ણ લીલા અંગે અનેક મતમતાંતરો નિષ્ણાંતોમાં જોવા મળતા હતા. પરંતુ પી.પી.પંડયાએ કરેલા સંશોધની તમામની અસમંજસ દૂર ઈ હતી. નવમી સદીમાં નાગદમન યું હોવાનું તેમણે સાબીત કર્યું હતું.
તેમણે યુવા પેઢીને સલાહ આપતા કહ્યું હતું કે, યુવા પેઢીએ રાજકારણી દૂર રહેવું જોઈએ. રાજ સત્તા અને ધર્મસત્તાથી છુટકારો મેળવવો જોઈએ. ધર્મ અને સમાજ પ્રત્યે ઉદારતા દાખવવી જોઈએ. આપણે સમાજને બુનિયાદી કેળવણી આપી શકયા ની. જેના પરિણામ સારા આવ્યા ની તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. સૌથી પહેલા આપણે અભય બનવું જોઈએ અને આપણા દેશની સંસ્કૃતિને મહત્વ આપવું જોઈએ. લોકોએ ધર્મ નિરપેક્ષ, પક્ષ નિરર્પેક્ષ અને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ તેવી સલાહ તેમણે આપી હતી.
બૌદ્ધ ધર્મ સો સંકળાયેલા પુરાત્તત્વીય અવશેષો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મળ્યા
આખા ભારતમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા જે પુરાતત્વીય અવશેષો મળ્યા છે તેમાંથી તે સૌથી વધુ અવશેષો સૌરાષ્ટ્રમાંથી મળ્યા છે. આ હકીકત આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા પુરાતત્વવિદ નરોતમભાઈ પલાણે કહી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખંભાલીડા સહિતના સ્ળોએથી અવશેષો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં આ ક્ષેત્રે ખુબજ તક હોવાનો મત પણ તેમણે વ્યકત કર્યો હતો.
સૌરાષ્ટ્રના પ્રકાંડ પુરાતત્વવિદ સ્વ.પી.પી.પંડ્યાએ ખંભાલીડાની બૌદ્ધ ગુફાની શોધ કરી હતી. તેમણે પ્રાચીન સંસ્કૃતિઓના અવશેષો અંગે ઝીણવટી તપાસ કરી હતી. પી.પી.પંડ્યાએ એટલે કે, પુરૂષોત્તમ પ્રેમશંકર પંડ્યાનો જન્મ કોટડા સાંગાણીમાં થયો હતો. ભારતના આર્ક્યોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાં તેમણે અનેકવિધ શોધના ઉદાહરણ પુરા પાડ્યા હતા.