ભારતની સંસ્કૃતિ અને સભ્યતા દુનિયાની સૌથી ધનવાન અને સભ્ય છે તેનું ઉદાહરણ ભારતીય ગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે. ભલે આજે આપણે ગમે તેટલા આધુનિક બની ગયા હોય, પરંતુ અમુક પરંપરા અને રીવાજો એવા છે જે આજે પણ નિભાવવામાં આવે છે. તો ચાલો આજે આપણે હિંદુ રીતી-રિવાજો અને તેનું વૈજ્ઞાનિક મહત્વ વિષે જાણીએ

 મંદિરમાં જવું

01 22

મંદિરનું વાતાવરણ એક મનોવૈજ્ઞાનિક પ્રભાવ ઉત્પન્ન કરે છે, જે વાંછિત ઉદેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. મંદિર એક એવું સ્થાન છે જ્યાં લોકો માને છે કે ભગવાન હાજર છે. એ જ કારણ છે કે ભગવાન પોતાના ભક્તોને ખાતર મંદિરમાં પ્રગટ થાય છે. મંદિરમાં જવાથી ઘંટડીઓ અને મંત્રોની ધ્વનિથી શરીરમાં તરંગો ઉત્પન્ન થાય છે, જે આપણી તંત્રિકા તંત્રને ભાવોને સમજવામાં મજબૂત બનાવે છે. મંદિર જવાથી આપણી આસપાસ સમગ્ર દિવસ સકારાત્મકતા રહે છે. જેના લીધે આપણે આપણું કામ યોગ્ય રીતે કરી શકીએ છીએ.

મૂર્તિ પૂજન

02 14

હિન્દુ ધર્મમાં મૂર્તિની પૂજાને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મૂર્તિની પૂજા કરવાથી પ્રાર્થનામાં એકાગ્રતા આવે છે. વ્યક્તિ મૂર્તિને સાક્ષાત માનીને ભગવાનની કલ્પના કરે છે. તેનાથી તેનું મગજ એક અલગ બ્રહ્માંડ વિશે વિચારે છે. તેનાથી વ્યક્તિને વિચારસરણી અને અદૃશ્ય શક્તિમાં વિશ્વાસ કરવાની ક્ષમતા વધે છે.

બંને હાથને જોડીને નમસ્કાર કરવા

03 12

આપણે ભારતીય જ્યારે પણ કોઈ વ્યક્તિને મળીએ તો અભિવાદન ના રૂપમાં તેને હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ. તે કોઈપણ અપરિચિત અને મહેમાન સાથે પરિચયની શરૂઆત કરવા માટેનું પહેલું ચરણ હોય છે. તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. જ્યારે બંને હાથને જોડીને નમસ્કાર કરવામાં આવે છે, તો આંગળીઓની ટિપ્સ પરસ્પર જોડાઈ જાય છે. આ ટિપ્સ કાન, આંખ અને મગજના પ્રેશર પોઈન્ટ હોય છે. જ્યારે બંને હાથને જોડીને નમસ્કાર કરવામાં આવે છે, તો પ્રેશર પોઇન્ટ સક્રિય થાય છે. જેનાથી તમે કોઈપણ વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખી શકો છો.

ઝુકીને ચરણ સ્પર્શ કરવા

04 7

ભારતીય પરંપરા અનુસાર ઝૂકીને ચરણસ્પર્શ કરવા વડીલો પ્રત્યે માન-સન્માન વ્યક્ત કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઉત્તમ રીત માનવામાં આવે છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું પણ છે કે શરીરમાં મસ્તક સાથે લઈને પગ સુધી નસો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનાં ચરણ સ્પર્શ કરવામાં આવે છે, તો શરીરને ઉર્જા શક્તિ પરસ્પર જોડાઈ જાય છે તેનાથી શરીરમાં ઉર્જા આવી જાય છે.

મંદિરોમાં ઘંટી લગાવવી

06 8

દુનિયાના લગભગ દરેક મંદિરમાં ઘંટી જરૂર લગાવેલી હોય છે. તે મંદિરના દ્વાર પર લગાવવામાં આવેલી હોય છે. ભક્ત તેને મંદિરમાં જતા સમય અને મંદીરમાંથી નીકળતા સમયે વગાડે છે. ઘંટી વગાડવા પાછળનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે જ્યારે પણ તેને વગાડવામાં આવે છે તો તેની ગુંજ ૭ સેકન્ડ સુધી રહે છે. આ ગુંજ આપણા શરીરની ૭ હીલિંગ કેન્દ્રોને સક્રિય દે છે. જેનાથી આપણા મગજમાં આવનાર બધા જ નકારાત્મક વિચાર ખતમ થઇ જાય છે.

 માથા પર તિલક લગાવવું

07 4

માથા પર તિલક લગાવવાનું પણ પોતાનું મહત્વ છે. તે શરીરને એકાગ્ર બનાવવામાં મદદ કરે છે. તે સિવાય તિલક શરીરની ઉર્જાને નષ્ટ થવાથી બચાવે છે આજે પણ જ્યારે કોઈ જગ્યાએ પૂજા થાય છે તો માથા પર તિલક જરૂરથી લગાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.