પિરોટન સહિતના ટાપુઓ વન વિભાગની મહેરબાનીથી વેચાવા લાગ્યા: હિન્દુ સેના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં વન વિભાગની ભૂમિકા યોગ્ય તો અન્ય ટાપુઓમાં કેમ નહીં ?
જામનગરના વિશ્ર્વ વિખ્યાત પિરોટન ટાપુ પર વન વિભાગની મરીન નેશનલ પાર્કનો કબજો છે ત્યાં જવા આવવા માટે સરકારી પરમીશન ફરજીયાત છે. થોડા સમય પહેલા ત્યાં મુસ્લિમ બિરાદરોના એક મુંજાવરની દફનવિધિ થયેલ અને હિન્દુ સેનાની સક્રિયતા બાદ ફોરેસ્ટ વિભાગ ધંધે લાગી ગયેલ પરંતુ જાડી ચામડીનું આ તંત્ર પાવર કરવામાં પાવરધું છે પણ નિયમોની અમલવારી કરવામાં કાચુ પડતું હોય તેમ દેખાય છે.
મરીન નેશનલ પાર્કમાં આવતા આ પીરોટન ટાપુ પર પરવાનગી વિના આવતા મુસ્લિમ બિરાદરોના લોકોને આવતા-જતા રોકવામાં આવતા નથી કાં તો કાંઈક રંધાઈ રહ્યું છે ? પરંતુ હિન્દુ લોકોને પરવાનગી લેવાની અને હાલમાં તો તે પણ બંધ છે તો શું વન વિભાગ મરીન નેશનલ પાર્કમાં આવતા આવા ટાપુઓમાંથી પણ ભંડોળ ભેગું કરે છે ? જો આવું જ બનતું હોય તો જીલ્લાના ઘણા ટાપુ પર આવા જ વિષયો ચાલી રહ્યા છે એટલે જ અમુક ટાપુ પર પ્રતિબંધ રાખ્યો છે જેથી વન વિભાગના અધિકારીઓના ખીસ્સા ભારે રહી શકે. ખરેખર વન વિભાગ ઈચ્છે તો હિન્દુઓને થતા અન્યાયને દુર કરી ન્યાય આપી શકે છે કાં તો આ વિભાગની ચોટલી દબાયેલી લાગે છે કે જે હિન્દુઓને અન્યાય કરી રહ્યું છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં જવા પરવાનગી મળે છે પરત આવતા ૧૪ કિમી જેટલું અંતર કાપવું પડે, બાળકો કે વૃદ્ધો માટે ખરેખર તે મુશ્કેલ છે. આ ખીજડીયા પક્ષી અભ્યારણ્યનું એટલું મહત્વ છે તેટલું જ મહત્વ પિરોટન ટાપુ અને અન્ય ટાપુઓનું છે. ફકત પર્યાવરણ જ નહીં ધાર્મિક દ્રષ્ટિ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ પિરોટન ટાપુ એટલું જ મહત્વ ધરાવે છે. શિયાળાની શરૂઆત સાથે જ પિરોટન ટાપુ પર જવાની સંખ્યામાં વધારો થયો છે તેવું હિન્દુ સેનાના જી.એચ.એસ.આઈ દ્વારા અહેવાલ પ્રાપ્ત થયેલ છે.
તે પણ પરમિશન વિના અને મુસ્લિમ બિરાદરીના લોકો પાસે કોઈ નિયમોનો અમલ કરાવવાની તેવડ આ વન વિભાગમાં નથી એટલે તો નવા નવા ફતવાઓ કાઢી પોતાના પાવરનો દેખાવ કરે છે બાકી જો સાચી તેવડ હોય તો હાલમાં જતા-આવતા પીરોટન ટાપુ પરના લોકોને અટકાવી જુએ અને કાયદાકીય પ્રક્રિયા કરી પ્રજાને અખબારના માધ્યમથી આંકડાકિય માહિતી જાહેર કરે, બાકી તો હિન્દુસ્તાનમાં હિન્દુઓને તો અન્યાય જ થવાનો છે અને પિરોટન જેવા અનેક ટાપુ વન વિભાગની મહેરબાનીથી સરકી જશે. વેચાઈ જશે તેમાં કોઈ શંકા નથી તો વન વિભાગ અને મરીન નેશનલ પાર્ક ખરેખર સાચી હકિકત અને માહિતીઓ જાહેર કરે તેવી પણ હિન્દુ સેનાની માંગણી અને લાગણી છે.