બાબા સાહેબને હારતોરાં કર્યા
ધ્રોલમાં હિન્દુ સેનાએ ફટાકડા ફોડી અને બાબા સાહેબને હાર પહેરાવી આનંદ વ્યકત કરી સરકારના નિર્ણયને બિરદાવ્યો છે.
વર્ષો પછી સરકાર વલ્લભભાઇ પટેલ અને ડો. બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. આ બન્ને મહા માનવોનું જે સ્વપ્ન હતું એક દેશ એક સંવિધાન ને ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાતના બન્ને પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી અને અમીત શાહની જુગલ જોડીએ જે અશકય લાગતું સ્વપ્નનું પુર કરતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.
તેવો જ માહોલ ધ્રોલમાં હોય આ તકે હિન્દુ સેના ધ્રોલએ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુન ફુલહાર કરી નિર્ણયને વધાવવા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા લગભગ એકાદ કલાક સુધી ફટાકડા તેમજ આતશબાજી કરીને હિન્દુ સેના ધ્રોલની ટીમે વંદે માતરમ અને ભારત માતાજી જયના નારા સાથે સમગ્ર માહોલ દેશ ભકિત મય બનાવીને આ નિર્ણયને ઉત્સાહ ભેર વધાવ્યો હતો.