હિન્દી સુલેખન, કાવ્યપઠન, નિબંધ, લેખન, વિચાર-વિસ્તાર જેવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રભાષાની ઉજવણી કરવામાં આવશે
કણસાગરા મહિલા કોલેજ રાજકોટ દ્વારા તા.૨૪ થી ૨૯ સપ્ટેમ્બર સુધી હિન્દી સપ્તાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદઘાટન સમારોહમાં કોલેજનાં પ્રિન્સીપાલ ડો.આર.આર. કાલરીયા, ડો. વિજેન્દ્ર મોહન શર્મા, ચંદ્રવિરસિંહ રાઠોડ, ડો. પનારા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજની વિદ્યાર્થીનીઓને હિન્દીની મહત્વતા વિશે જાણકારી આપી હતી આ સપ્તાહ દરમિયાન હિન્દી સુલેખન, કાવ્યપઠન, વિચાર વિસ્તાર, નિબંધ લેખન, વગેરેનું આયોજન કરવામા આવેલ છે.અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ રાજેશ કાલરીયાએ જણાવ્યું કે અમારા માટે ખૂબજ ખુશીની વાત છે કે આજે કોલેજમાં હિન્દી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલ હિન્દી સપ્તાહ દરમિયાન અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અમારો મુખ્ય હેતુ એ છેકે હિન્દી ઉજાગર થાય.
કોલેજના વિદ્યાર્થીઓમાં ગુજરાતીની સાથે હિન્દી એટલી જ પ્રખ્યાત થાય અને વ્યવસ્થિત તથા પૂરા આત્મ વિશ્વાસ સાથે બોલે અને હિન્દીને પ્રોત્સાહિત કરે મને ખૂબ આનંદ થાય છે કે દર વર્ષે કણસાગરા મહિલા કોલેજમાં આ કાર્યક્રમ કરવામાં આવે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજની વિદ્યાર્થીની તૃપ્તી રાજયગુરૂએ જણાવ્યું કે આજે અમારી કોલેજમાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. અમે તહેવારની જેમ ઉજવણી કરીએ છીએ. સાત દિવસ સુધી હિન્દીના વ્યાખ્યાનો થશે હિન્દીનું શું મહત્વ છે. વગેરે કાર્યક્રમો યોજશે. આપણા ગુજરાતમાં હિન્દી ઓછી બોલવામાં આવે છે. પરંતુ આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે. તો હિન્દી પ્રત્યે માન હોવા જોઈએ આપણે વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોચાડી શકીએ કે બધા હિન્દી બોલે.અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજની વિદ્યાર્થીની દાફડા શિતલ એ જણાવ્યું કે અમારી કોલેજમાં આજથી હિન્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા દેશમાં હિન્દીનું મહત્વ ધીમેધીમે ઓછુ થતું જાય છે. પરંતુ તે મહત્વ ઓછું ન થાય તે માટે આપણે હિન્દી ભાષા વધુને વધુ બોલવી જોઈએ અત્યારે આપણે વોટસેઅપમાં પણ અંગ્રેજીમાં જ વાતો કરીએ છીએ. પરંતુ આપણે યુનિક બનવું જોઈએ. કારણ કે જો આપણે હિન્દીમાં વાત કરીશું તો બીજા કરતા અલગ બનીશું હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. તેથી આપણે તેને મહત્વ આપવું જોઈએ અમારી કોલેજમાં આ સપ્તાહ દરમિયાન અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજની વિદ્યાર્થીની શ્યામા ભટ્ટીએ જણાવ્યું કે આપણે હિન્દી ભાષાને સન્માન આપવું જોઈએ. આપણે તેને ગૌણ ન રાખવી જોઈએ. આપણે વધુ મહત્વ આપીએ છીએ. પરંતુ આપણેએ ધ્યાન રાખવું જોઈએ કે ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે. અમારી કણસાગરા કોલેજમાં આજથી હિન્દી ઉત્સવ ઉજવવામાં આવે છે. અમે આ સાત દિવસ અલગ અલગ જેવા કે આજે અમેસાડી ડેની મનાવ્યો છે. આ સપ્તાહ દરમિયાન હિન્દીમાં સુલેખન, વ્યકતવ્ય સ્પર્ધા, કાવ્યપઠન સ્પર્ધા, અર્થવિસ્તાર નિબંધ લેખન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.