ભારત સહિત વિશ્ર્વના 50થી વધુ દેશોમાં હિન્દીના જાણકાર છે: અમેરિકા, ચીન, રશીયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં હિન્દીની બોલબાલા છે: વિદેશોમાં હિન્દી ફિલ્મોનો પણ ક્રેઝ જોવા મળે છે

14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની સંવિધાનીક સભામાં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી: જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી

આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ છે, છેલ્લાં 72 વર્ષથી હિન્દી રાષ્ટ્રભાષાનો દરજ્જો ભોગવે છે. હિંદ ઉપરથી હિન્દી શબ્દ આવ્યો. હિન્દુસ્તાન પણ તેના ઉપરથી શબ્દ આવ્યો છે. હિંદ અને હિન્દુ શબ્દ સંસ્કૃત શબ્દ સિંદઉનો અપભ્રંશ શબ્દ છે. આમ જોઇએ તો પણ હિન્દી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. ખાસ કરીને ઘણા ફારસી શબ્દોના ઉપયોગ સાથે હિન્દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે. બંનેના વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં ઘણી સમાનતા જોવા મળે છે. આજે વિશ્ર્વભરમાં ભારત સહિત 90 કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે.

hindi divas day 3

1953ની 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના અનુરોધ પર આ દિવસને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવણી કરાય છે. આપણાં બંધારણને માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. આપણાં દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે, તેથી તે આપણી રાષ્ટ્રવ્યાપી  ભાષા છે. દેશમાં દરેક રાજ્ય વાઇઝ પોતાની પ્રાદેશિક ભાષાનું પ્રભુત્વ છે. જેમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ભોજપુરી, આસામી જેવી વિવિધ ભાષા છે પણ આપણાં બોલીવુડની હિન્દી ફિલ્મોને કારણે હિન્દી સમગ્ર દેશમાં પ્રચલિત છે. હિન્દીના પ્રચાર-પ્રસાર માટે હિન્દી, ફિલ્મો, ગીતોએ ખૂબ જ સારો રોલ અદા કર્યો છે.

હિન્દી ભાષાના કુળ જોઇએ તો ઇન્ડોયુરોપિયન, ઇરાનિયન, આર્યન, મધ્યક્ષેત્ર હિન્દી-પશ્ર્ચિમી હિન્દી, ખડી બોલી સાથેના સ્વરૂપો જોઇએ તો સૌરસેની પ્રાકૃતિ અને તેની અપભ્રંશ ભાષા જૂની હિન્દી છે. બહેરા, મુંગા લોકો માટે સંકેતાત્મક ભાષા પણ હિન્દી છે. વિદેશોમાં ગયાના, મોરેશિયસ, ટ્રીનીનાડ જેવા વિવિધ દેશોમાં હિન્દી માન્ય લઘુમતી ભાષા છે. 26 જાન્યુઆરી 1965ના રોજ હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી.

વિશ્ર્વમાં ચીની ભાષા પછી ‘હિન્દી’ સૌથી વધુ બોલાતી ભાષા છે. પવર્તમાન સંજોગોને ધ્યાને લેતા અને ભારતીયોને અન્ય દેશોમાં વસવાટ, વેપાર, ધંધા વધવાથી વિશ્ર્વમાં હાલ એક અબજથી વધુ લોકો હિન્દી બોલે છે, સમજે છે કે જાણે છે. ફિજી, નેપાળ, સુરીનામા જેવા દેશોમાં મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે, જો કે ત્યાંની હિન્દી આપણાં કરતાં થોડી જુદી પડે છે. પ્રાદેશિક ભાષા બોલતો હિન્દી બોલે ત્યારે આપણને કેમ ખબર પડી જાય છે તેજ રીતે વિદેશોમાં તેની બોલવાની લઢણ-ઉચ્ચારણો કે શબ્દો ફરી જતાં જોવા મળે છે.

hindi divas day 2

સંસ્કૃત અને હિન્દીને પ્રાચિનકાળથી નિકટનો સંબંધ રહ્યો છે. દેવનગરી લિપી હિન્દી છે. શબ્દાવલીના સ્તર જોઇએ તો મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષાના શબ્દોનો પ્રયોગ વધુ જાય છે. નવી શિક્ષણ નીતીમાં પ્રાદેશિક ભાષાને ભલે મહત્વ અપાયું પણ ધો.5 થી વિવિધ અન્ય ભાષામાં હિન્દી, અંગ્રેજીને સામેલ કરી જ છે. હિન્દી ખૂબ જ મીઠી બોલી છે તેથી જ આપણને સાંભળવી કે બોલવી ગમે છે.

હિન્દી ભાષાની બોલીમાં અવધ, વ્રજ, કનૌજી, બધેલી, બૂંદેલી, ભોજપુરી, હરિયાળી, રાજસ્થાની, માળવી, મૈથિલી, કુમાઉભાષા પણ એક પ્રકારે હિન્દી ભાષા છે. આજ કારણે ભોજપુરી ફિલ્મો સાથે ટીવી સિરિયલો હિન્દી ગીતો, ફિલ્મો જ દેશમાં ટોચના સ્થાને છે. આજે શાળા-કોલેજમાં હિન્દી દિવસ સાથે તેની પખવાડીયા સુધી ઉજવણી કરવામાં આવે છે. ભારતીય રેલ્વે વિભાગ આ ઉજવણીમાં વિશેષ રસ લેતા જોવા મળે છે. આ વિભાગ તેનો સંપૂર્ણ વહિવટ હિન્દીમાં ચલાવે છે. ઓશો રજનીશ પણ ખૂબ જ સુંદર હિન્દી બોલતા હતાં.

સંસ્કૃતમાંથી ઉત્પન થયેલી ભાષાને ઇન્ડો આર્યન ગણાય છે. મરાઠી, પંજાબી, ઉર્દૂ, બંગાળી, કશ્મીરી, ઉડિયા જેવી ભાષા પણ ઇન્ડો આર્યન જ છે. આપણી સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત છે, વૈદિક સંસ્કૃતનો ક્રમબધ્ધ વિકાસ એટલે જ આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે. આ ભાષાના વિકાસમાં બૌધ્ધ-જૈન પ્રાકૃત, મોર્ય, બ્રહ્મી, આદી સંસ્કૃત, સિધ્ધ માત્રિકા લિપીનો વિકાસ છે. 993માં લખાયેલ દેવસેનનું “શવકચર” હિન્દીનું પહેલું પુસ્તક હોવાનું મનાય છે.

આમિર ખુસરો, હંસવાલી, કબીરની રચના, અપભ્ંરશના છેલ્લા મહાકવિ રઘુ-નવલદાસની ભક્ત માલા, બનારસી દાસ, ગુરૂ અર્જુન દેવ, તુલશીદાસ, જાટમલે, રામચંદ્ર શુક્લા જેવા મહાન લોકોના ભરપૂર પ્રયાસો થકી હિન્દી ભાષાનો વિકાસ થયો છે. અપભ્રંશનો અસ્ત થયોને આધુનિક હિન્દીનો ઉદય થયો હતો. આજે રાષ્ટ્રીય  હિન્દી દિવસે કે વિશ્ર્વ હિન્દી દિવસે ઉજવણીનો હેતુ હિન્દી ભાષાનો પ્રચાર-પ્રસાર માટે જનજાગૃતિ લાવવાનો છે, અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે પ્રમોટ કરવાનો છે.

ભાષા વિદ્ોતો ઉર્દૂ અને હિન્દીને એક ભાષા જ સમજે છે, હિન્દી દેવનગરી લિપીમાં લખાય છે. આઝાદી બાદ 1965 સુધીમાં તો હિન્દી સરકારી કામગીરીની ભાષા બની ગઇ હતી. જો કે આજે અંગ્રેજીના પ્રભાવમાં હિન્દી દબાઇ ગઇ હોય એવું લાગે છે પણ આજે સૌ હિન્દી ફિલ્મો તો જોવે જ છે. મહાત્મા ગાંધીજીએ તેને એકતાની ભાષા કહી હતી. આજે તો વિદેશોમાં પણ અભ્યાસક્રમોમાં, યુનિવર્સિટીઓમાં હિન્દીનો સમાવેશ થયો છે, જ્યારે આપણા દેશમાં આપણી જ રાષ્ટ્રભાષાની બાદબાકી કરીને અંગ્રેજી ભાષાના ગુણગાન ગવાય છે.

વિદેશોમાં ભારતીય એલચી કચેરી દ્વારા પણ આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજે સૌએ હિન્દીના પ્રચાર-પ્રસારમાં યોગદાન આપવું જોઇએ. દેશને એક સૂત્રે બાંધી રાખવામાં હિન્દીની ક્ષમતા છે. આજનો દિવસ જ હિન્દી એકતાનો છે. બારગાઉએ બોલી બદલાય જાય છે, પણ તેન ભૂમિકા મહત્વની હતી. આજે તો રોજગારનું હિન્દી એક માધ્યમ બન્યું છે. હિન્દી ભાષાએ લાખો-કરોડોને રોજગારી આપી છે. હિન્દીને દુનિયાની સર્વશ્રેષ્ઠ લિપિ માનવામાં આવે છે. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પણ હિન્દીને સમજી ચુક્યા છે.

વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહી છે

દુનિયાનું સૌથી મોટુ સર્ચ એન્જિન અંગ્રેજી ભાષા ઉપરાંત ભારતની હિન્દી ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાને મહત્વ આપી રહી છે. વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહી છે. ઇ-કોમર્સ સાઇટોમાં તથા વિવિધ કંપનીઓ વિવિધ ઇન્ટરનેટ પ્લેટફોર્મ ઉપર પહેલાથી જ હિન્દીમાં ઉપલબ્ધ છે. મોટાભાગે ઇન્ટરનેટ કે એપમાં અંગ્રેજી સાથે હિન્દી વિકલ્પ આપે છે. ઇન્ટરનેટના પ્રસારથી સૌથી મોટો ફાયદો હિન્દી ભાષાને થયો છે.

આજે ડિઝીટલ માધ્યમમાં હિન્દી સમાચાર વાંચનારની સંખ્યા અંદાજે 16 કરોડ જેવી છે. ગુગલના રિપોર્ટ અનુસાર હિન્દીમાં કોન્ટેન્ટ વાંચનારની સંખ્યા દર વર્ષે 94 ટકાના દરે વધી રહી છે. ઓક્સફોર્ડની ડિક્શનરીમાં પ્રથમવાર અચ્છા, બડા દિન, બચ્ચા અને સુર્ય નમસ્કાર જેવા હિન્દી શબ્દોનો સમાવેશ કરાયો છે. ફિજી નામના ટાપુમાં હિન્દીને અધિકારિક ભાષાનો દરજ્જો અપાયો છે.

હિન્દી જનમાનસની ભાષા

1918માં મહાત્મા ગાંધીજીએ સૌ પ્રથમ હિન્દી સાહિત્ય સંમલનમાં હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવાની વાત કરી હતી. તેમણે હિન્દીને જન માનસની ભાષા ગણાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.