સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રાજકોટ ક્ષેત્રીય કાર્યાલયમાં હિન્દી દિવસના સંદર્ભમાં ક્ષેત્રીય પ્રબંધક બી.જે.રાવની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. કોવિડ ૧૯ ની મહામારીની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને સોશીયલ ડિસ્ટન્સ તથા માસ્કનો ઉપયોગ કરનારા બધા સ્ટાફના સદસ્યોને ક્ષેત્રીય પ્રબંધક છે. જણાવેલ કે હિન્દી એક સરળ તથા સુંદર ભાક્ષા છે. ૧૪ સપ્ટેમ્બરને દર વર્ષે હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હિન્દી ભાષાના પ્રસાર અને પ્રચાર હેતુ આ દિવસ આખા ભારતમાં રાજભાષા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજભાષા પ્રબંધક સુનીલ કાન્હુરકર જણાવે છે કે ભારતીય સંઘની રાજભાષા હિન્દી તથા લીપી દેવનાગરી છે. રાજભાષામાં મળેલ પત્રોનો જવાબ સો ટકા રાજભાષામાં જ આપવો. સધળું સંચાલન રાજભાષા પ્રબંધકે કર્યુ તથા મુખ્ય પ્રબંધક ધર્મરાજ કુમારે બધાનો આભાર માન્યો હતો.
Trending
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી
- પાટણ: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા હિન્દુ સમાજ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી