રામ રહીમની અંગત રહેલી હનીપ્રીત 6 દિવસ પોલીસ રિમાન્ડ પર રહી. પોલીસ કહે છે કે તે તપાસમાં સહયોગ નથી આપી રહી. રિમાન્ડ ખતમ થવા પર મંગળવારે એસઆઇટીએ તેને અને સુખદીપ કૌરને પંચકૂલા કોર્ટમાં હાજર કર્યા. એસઆઇટીએ કહ્યું- હનીપ્રીતે જ દેશવિરોધી વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં નારેબાજી કરવામાં આવી હતી કે બાબાને સજા થઇ તો દુનિયામાંથી હિંદુસ્તાનનો નકશો ખતમ કરી નાખશે.
વાયરલ વીડિયોના પુરાવા હનીપ્રીતના મોબાઇલમાં છે અને મોબાઇલ સુખદીપના કોઇ સંબંધીના ઘરે બિજનૌરમાં છે. પંચકૂલામાં તોફાનો કરાવવા માટે હનીપ્રતના નિશાન લગાવેલા નકશાઓ લેપટોપમાં છે. હવે આ બધું મેળવવાનું છે.મોબાઇલ અને લેપટોપ સિરસા ડેરામાં છુપાવવામાં આવ્યા છે, જેમાં તોફાનો માટે બનાવવામાં આવેલા નકશા અને મેમ્બર્સની ડ્યૂટીનો ઉલ્લેખ છે.
રામ રહીમના પીએ રાકેશે પોલીસને જણાવ્યું કે સિરસા ડેરામાં 17 ઓગસ્ટે થયેલી મીટિંગમાં તે સામેલ હતો. તેણે જણાવ્યું કે પંચકૂલામાં તોફાનોનું ફંડિંગ કાળાનાણામાંથી કરવામાં આવ્યું હતું.
પોલીસની ટીમ હનીપ્રીતને પંચકૂલા કોર્ટ લઇ આવી. સિક્યોરિટી પહેલેથી જ ટાઇટ કરી દેવામાં આવી હતી. કોર્ટની અંદર આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આર્મીને પણ તહેનાત કરવામાં આવી હતી.હનીપ્રીતને સુનાવણી પછી બહાર લાવવામાં આવી તો મીડિયાકર્મીઓ વચ્ચે આવી ગયા.પોલીસ તેને બચાવીને ઝડપથી બસ તરફ લઇ જવા લાગી. આ ધડબડાટીમાં એક મહિલાનું ચંપલ છૂટી ગયું.હનીપ્રીત અને સુખદીપ કૌરને બસમાં બેસાડી દેવામાં આવ્યા. મીડિયાએ સમજ્યું કે હનીપ્રીતનું ચંપલ છૂટી ગયું જે હકીકતમાં સુખદીપનું હતું. સુખદીપ ડેરાની સાધ્વી છે અને તેને હનીપ્રીત સાથે પકડવામાં આવી હતી.