પોલીસની પકડમાં હનીપ્રીતની હાલત ખરાબ થઈ ગઈ છે. પંચકૂલાના ચંડી મંદિર પોલીસ સ્ટેશનની જેલમાં બંધ હનીપ્રીતે છાતીમાં દુખાવાની ફરિયાદ કર્યા પછી તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માગણી કરે તેવી શક્યતા છે. જેલમાં હનીપ્રીતની પહેલી રાત ખૂબ બેચેનીવાળી પસાર થઈ. આ દરમિયાન તેની કલાકો સુઘી પૂછપરછ પણ કરવામાં આવી હતી. જેલમાં પહેલી રાત્રે હનીપ્રીતને જમવાનું પણ ભાવ્યું નહતું. મોડી રાત્રે પંચકૂલાની સિવિલ હોસ્પિટલમાં તેના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા. હનીપ્રીતને આજે બપોરે 2 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
હનીપ્રીતને પોલીસ સ્ટેશનની જેલમાં પહેલી રાત્રે ઉંઘ જ ન આવી. 3 ઓક્ટોબરે બપોરે 3 વાગે હનીપ્રીત અને તેની મહિલા સાથી સુખદીપની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી પોલીસ તેમને 4 વાગે પંચકૂલના સેક્ટર-23માં ચંડી મંદિર પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. ત્યાં એક કલાક જેટલી દસ્તાવેજી કાર્યવાહી ચાલી હતી અને હનીપ્રીતની પૂછપરછ શરૂ થઈ હતી. પહેલા રાઉન્ડની પૂછપરછ 2 કલાક ચાલી હતી. ત્યારબાસ તેને જેલમાં મોકલવામાં આવી હતી.આવી રીતે બે રાઉન્ડ માં હાનિપ્રીતની પૂછપરછ કરવામાં આવી હતી. રાત્રિના હાનિપ્રીતની તબીયત બગડતાં પંચકૂલની સિવિલ હોસ્પીટલમાં સારવાર લેવામાં આવી હતી. આજે હનીપ્રીતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.