હરિયાણા પોલીસની એસઆઈટીએ રાજસ્થાનથી જે પ્રદીપ ગોયલની ધરપકડ કરી છે તે રામ રહીમની નજીકનો માનવામાં આવે છે. પોલીસ પૂછપરછમાં તેણે મહત્વની માહિતી આપતા કહ્યું છે કે, હનીપ્રીત નેપાળ ગઈ હતી અને હજુ તે ત્યાં હોઈ શકે છે. ત્યારપછી હરિયાણા પોલીસે કાઠમંડુમાં તેમના સોર્સ અને કોન્ટેક્ટની મદદથી તપાસ શરૂ કરી છે. બંને સોર્સને કાઠમંડૂથી અંદાજે 60 કિ.મી. દૂર એક જગ્યા પર મોકલવામાં આવ્યા છે. બંને હનીપ્રીતની તસવીર સાથે ત્યાં હકીકતની તપાસ કરી રહ્યા છે. સૂત્રોમા જણાવ્યા પ્રમાણે હનીપ્રીત છેલ્લે વિરાટ નગર વિસ્તારના એક પેટ્રોલ પંપ પર જોવા મળી હતી.હનીપ્રીત સાથે 3-4 લોકો છે જે રહેવાની જગ્યા શોધી રહ્યા છે
કાઠમંડૂથી 60 કિ.મી. દૂર ચાર લોકોએ હનીપ્રીતનો ફોટો જોઈને કન્ફર્મ કર્યું છે કે, તે 2 સપ્ટેમ્બર સુધી તેમની પડોશમાં હતી અને પછી અચાનક ગાયબ થઈ ગઈ હતી.
ત્યારપછી એસઆઈટીને મેસેજ આપવામાં આવ્યો છે અને ડીજીપી સાથે વાત કરીને સર્ચ ઓપરેશન કરવાની મંજૂરી લેવામાં આવી રહી છે.
હનીપ્રીતે તેનો લુક ચેન્જ કરી દીધો છે અને તે પર્સનલ કારની જગ્યાએ ટેક્સીમાં ફરી રહી છે.જીન્સ-ટીશર્ટ અથવા શર્ટ-પેન્ટમાં આવ્યા હતા રમખાણો કરવા,પોલીસે પંચકૂલામાં હિંસા ફેલાવનાર 43 લોકોનું લિસ્ટ અને તસવીરો જાહેર કરી છે. તેમાં સૌથી પહેલુ નામ હનીપ્રીતનું છે અને બીજુ નામ આદિત્ય ઈંસાનું છે.આ સિવાય 41 ફોટા છે, પરંતુ તેમના નામ નથી. આ તસવીરોમાં તેઓ આક્રમક અંદાજ અને હથિયાર સાથે જોવા મળી રહ્યા છે.
ખાસ વાત એ છે કે, હિંસા ફેલાવનાર મોટા ભાગના લોકો જિન્સ-ટી-શર્ટ અથવા શર્ટ-પેન્ટમાં જોવા મળી રહ્યા છે અને તે યુવા વર્ગ છે. જ્યારે બાબાના સમર્થકોમાં પહેલેથી પંચકૂલા આવી જનાર લોકો કુર્તા-પાયજામામાં હતા.
હિંસા ફેલાવનાર લોકો 25 ઓગસ્ટની બપોરે 12થી 1 વાગ્યા સુધીમાં સામે આવ્યા અને પંચકૂલામાં હિંસા ફેલાવી.
હિંસા કરનાર 25 તારીખે થોડા સમય પહેલાં જ પંચકૂલામાં આવ્યા હતા. 25 ઓગસ્ટે હિંસા ફેલાવ્યા પછી છેલ્લી ઘડીએ આદિત્ય ઈંસા તેના સંબંધી પ્રકાશ ઉર્ફે વિક્કી સાથે ભાગી ગયો હતો.