રાજસ્થાનની ટીમે બાતમીના આધારે અચાનક રેડ પાડી બંને ગાયનેક તબીબને ઝડપી લેતા સ્થાનીક તંત્ર ફરી એકવાર ઉધતું ઝડપાયું

રાજસ્થાનના જયપુરથી આવેલી PCPNDT ટીમે છટકું ગોઠવીને બે ડોક્ટરોને ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથ ઝડપી લીધા હતા જયપુરના દલાલ મારફતે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિંમતનગરમાં આવેલી યશદિપ ગાયનેક હોસ્પિટલના તબિયત મહેન્દ્ર સોની અને દીપક પટેલને ઝડપી લેવામાં આવ્યા હતા અને ડોક્ટર સોની તેમજ દીપક પટેલ દ્વારા રાજસ્થાનથી છટકા મુજબ આવેલી ગર્ભવતી મહિલાનું ગર્ભ પરીક્ષણ કર્યું હતું

જેને લઈ જયપુરની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બંને ડોક્ટરોને હિંમતનગરના બી.ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં કાર્યવાહી સંદર્ભે ધરપકડ કરવા માટે મહેન્દ્ર સોની અને દીપક પટેલને લઈ જવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જોકે આ દરમિયાન બંને ડોક્ટરોમાથી કોઈ એક ડોકટરને છાતીમાં દુખાવો ઉપડ્યાની ફરિયાદ કરતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ મહેન્દ્ર સોની અને દીપક પટેલ એ ગાયનેક ડોક્ટર છે અને પ્રસુતિ ગૃહ સહિતની હોસ્પિટલ હિંમતનગર શહેરમાં ચલાવે છે

ગર્ભ પરીક્ષણ મંગળવારે કરતા તેઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા અને  આ પહેલા પણ હિંમતનગર,ઈડર અને ખેડબ્રભા વિસ્તારમાંથી જયપુરની ટીમે આ રીતે કાયદાનો ભંગ કરીને રાજસ્થાનની ગર્ભવતી મહિલાઓનું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબોને ઝડપી ચૂકી છે જ્યારે સ્થાનિક તંત્ર ફરી એકવાર ઉંગતું ઝડપાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જયપુરથી આવેલી ટીમ જરૂરી કાર્યવાહી પૂરી કરીને બંને ડોક્ટરોને રાજસ્થાન લઈ જવાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.