સાબરકાંઠાના હિંમતનગરના વામોજ ગામે એક જ દિવસમાં ત્રણ જગ્યાએ દિપડો દેખાયો હતો.
વામોજ ગામે ૮ બકરાનું મારણ કર્યું હતું , ચાંદનગર વિસ્તારમાં દરગાહ પાસે દિપડો દેખાયો અને ઘોડા ફાર્મમાં પણ એક પશુ પર હુમલો કર્યો હતો . વન વિભાગ દ્રારા તાત્કાલિક પાંજરૂ મુકાયું હતું . ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં દિપડાનો આતંક વધ્યો છે . દિપડાને પાંજરે પુરવા કવાયત કરવામાં આવી છે .