- કમાન્ડર જીપ ટ્રકની પાછળ ઘૂસતા સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 4 ના મો*ત, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- PSI, PI, DYSP સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા
- અકસ્માતને લઈને આગળ કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠાના હિંમતનગર ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર વડાલી પાસે અચાનક ટ્રકના પાછળના ભાગે જીપ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 38 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા વડાલી PSI, ખેડબ્રહ્મા PI , ઈડરથી DYSP અને વડાલી મામલતદાર સહિત તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા. અકસ્માતને લઈને આગળ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી. જ્યારે અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાહન અકસ્માતની ઘટનાઓમાં દરરોજ સામે આવતી રહે છે. અવારનવાર રોડ અકસ્માતમાં અનેક લોકોને મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં પણ ઓવરલોડ મુસાફરો ભરીને ખાનગી વાહનો રોડ દોડતા જોવા મળતા રહે છે. ત્યારે ફરી એક વખત આવી મોતની સવારી સામે અકસ્માતને લઈ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
અહેવાલ: સંજય દીક્ષિત