- બાળકોને વધુ દવા પીવડાવી દેતા એકનું મોત
- પત્ની રિસાઈને જતી રહેતાં ભર્યું આ પગલું
Himmatnagar : પોશીના તાલુકાના ગણવા ગામે પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આ તાલુકાના ગણવા ગામે મુકેશ ધ્રાંગીએ તેમના 3 બાળકોને ઝેરી દવા પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારપછી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
બાળકો સહિત પિતા ઝેરી દવા પીવાના કારણે તરફડીયાં ખાવા લાગ્યા
બાળકો સહિત પિતા ઝેરી દવા પીવાના કારણે તરફડીયાં ખાવા લાગ્યા હતા. તેમજ આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક ધ્રાંગી પરિવારના 4 સભ્યોને લાંબડીયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાહીલ ધ્રાંગીની તબિયત વધુ ખરાબ થતાં તેને ખેડબ્રહ્મા રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 બાળકો સહિત પિતાને સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી. અને પોશીના મામલતદાર પણ પહોંચ્યા હતા.
બાળકોને વધુ દવા પીવડાવી
પોશી તાલુકાના ગણવાની ચોંકાવનારી ઘટનામાં પિતાએ સામુહિક આપઘાતનો પ્રયાસ તો કર્યો હતો, પરંતુ પિતાએ બાળકોને વધુ માત્રામાં દવા પીવડાવી હતી. તેના કારણે એક બાળકનું મોત નિપજ્યું હતું.
પત્ની રિસાઈને જતી રહેતાં પગલું ભર્યું
પોશી તાલુકાના ગણવા ગામે પિતાએ 3 બાળકો સહિત ઝેરી દવા પીધી હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે. ત્યારે બીજી તરફ પત્ની રીસાઈને પિયર ચાલી જતાં પિતાએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યાની વિગતો સામે આવી છે.