- લાભ પાંચમે 450 કરતા વધુ વાહનોની આવક
- 1200 થી 1400 સુધીના પ્રતિમણે ભાવ મળ્યા
- ભારે વરસાદને લઈને ખેડુતોના પાકમાં ઉત્પાદનો ઘટાડો
- મગફળીના 200થી 300 રૂપિયા વધુ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ
હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ની આવક દિવસે ને દિવસે વધી રહી છે તો દરરોજ ૨૦ થી ૨૫ હજાર બોરી મગફળીની આવક અગાઉ થતી હતી.ત્યારે લાભ પાંચમે 450 કરતા વધુ વાહનોની આવક થઈ હતી.અને 15 હજાર જેટલી બોરીની આવક થઈહતી. આમ તો આજે 1200 થી 1400 સુધીના પ્રતિમણે ભાવ મળ્યા હતા. જેવો પાક તેવા ભાવ મળતા ખેડુતોને હાલ તો કહી ખુશી કહી ગમ જેવુ છે. સામે નવી સિઝનને કારણે ખેડુતો પોતાનો પાક વેચવા મજબુર બન્યા છે ત્યારે ખેડુતો ને આ ભાવ પોષાય તેમ નથી આમ તો 1500 ઉપરાંત ભાવ પડે તો ખેડુતોને ફાયદો થઈ શકે તેમ છે.
ત્યારે વિગતે વાત કરવામાં આવે તો, લાભ પાંચમ નિમિત્તે ખેડુતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડ મા વાહનોની લાંબી કતારો લાગી છે તો 1200 થી 1400 સુધીના ભાવ મળી રહ્યા છે પરંતુ ખેડુતોને આ ભાવ પોષાય તેમ નથી. ત્યારે સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડુતો ના મગફળીના પાક મા નુકસાન જોવા મળ્યુ છે. તો કેટલાક ખેડુતો ને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે. ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 17-9 થી મગફળીની આવક ની શરૂઆત થઈ હતી પરંતુ દિવાળીના તહેવારોને લઈ 7 દિવસ માર્કેટ બંધ થતા લાભ પાંચમના શુભ મુર્હતમાં ફરી ખરીદીની શરૂઆત થઈ અને ખેડુતો ને જેવી ક્લોલીટી તેવા મગફળીના ભાવ મળી રહ્યા છે પરંતુ ગત સાલ કરતા ઉત્પાદન ઓછુ મળ્યુ છે જેને લઈને ખેડુતોને નુકસાન પણ થઈ રહ્યુ છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડુતોની આશા છે. ગત સાલ કરતા પણ અહિ ઓછા ભાવ મળી રહ્યા છે તો સરકારના ટેકાનો જે ભાવ છે તે ભાવથી જ હરાજીની શરૂઆત કરાય અને 1500 થી 1800 સુધી ભાવ મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
આ સાથે જ આ વર્ષે એક તો ભારે વરસાદને લઈને ખેડુતોના પાકમાં ઉત્પાદનનો ઘટાડો થયો છે તો સામે શરૂઆત થી મગફળીના ઓછા મળી રહ્યા છે જો વધુ ભાવ મળે તો ખેડુતો ના તહેવાર સુધરી શકે તેમ 200 થી 300 રૂપિયા વધુ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે જેથી ખેડુતોને ફાયદો થઈ શકે તેમ છે.