ઘણા લોકોને નાખ ચાવવાની આદત હોય છે તો ઘણા લોકોને હોઠ ચાવવાની આદત હોય છે. પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી જ્યાં 11 વર્ષની બાળકીના પેટમાંથી ૫૨ સેમી વાળની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી.

સિવિલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.21 એપ્રિલના રોજ હિંમતનગર તાલુકાના તાજપુરી ગામની 11 વર્ષની આરતી ગુલાબસિંહ પરમાર સિવિલ હોસ્પિટલમાં ખોરાક લઇ શકતી ન હોવાની સમસ્યા સાથે દાખલ કરવામાં આવી હતી. ત્યા ડોકટરોને જાણવા મળ્યું કે આ તરુણીને વાળ ખાવાની આદત હતી.તેને વાળ ખાવાની આદત હોવાથી ડોક્ટરોએ ચોક્કસ નિદાન મેળવવા જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં માલુમ પડ્યુ હતું. આ બાળકી ટ્રાયકોબેઝોર બિમારીથી પીડિત છે.

તબીબોએ જરૂરી રિપોર્ટ કરાવી ચાર ડોક્ટરોની ટીમે બાળકીનું ઓપરેશન કર્યું. જઠર અને આંતરડામાંથી વાળના ગુચ્છાની ૫૨ સે.મી. ગાંઠ બહાર કાઢી. હોસ્પિટલના ડો.પલ્લવ પટેલ, ડો. પ્રણવ પટેલ, ડો.ખ્યાતિ અને ડો.વિપુલ જાની દ્વારા આ ઓપરેશન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.