- પિતાપુત્રને બાંધી માર-મારીને 5 કરોડની ખંડણી માંગી
- ડિવિઝન ખાતે 6 વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી
- પીતા-પુત્રને હિંમતનગરની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા
હિંમતનગર ખાતે ટોપી વેચવાના નામે પીતા પુત્ર પાસે પાંચ કરોડની ખંડણી માગ્યાનો બનાવ બન્યો હતો. તેઓને બાંધી માર-મારીને 5 કરોડની માંગણી કરી હતી. તેમજ પીતા-પુત્રને ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યારે પોલીસે બંનેનુ નિવેદન લઈ ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, હિંમતનગર એ ડીવિઝન પોલીસ મથકે પાંચ કરોડની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. હિંમતનગરના શખ્સે એકાદ માસ અગાઉ મુંબઈમાં રેડિમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતાં વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્કવાયરી મોકલી 1 લાખ ટોપીની જરૂરિયાત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવવા વેપારી પિતા-પુત્રને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવી હિંમતનગર બોલાવી નેશનલ હાઈવે પર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેના કોમ્પલેક્ષમાં આરોપીઓ ભાડે રાખેલ દુકાનમાં લઈ જઈ વાતોમાં પરોવી બંનેને પાછળથી પકડી લઈ ચાર શખ્સોએ આંખે પટ્ટી બાંધી તમારું અપહરણ લારવામાં આવ્યું છે. તેમ કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પહેલાં પાંચ કરોડની માગણી કરી બાદમાં પચાસ લાખમાં માની જતા 50 લાખ મંગાવવા ફોન કરાવ્યો હતો. તે દરમિયાન મોટા પુત્રને શંકા જતા તેણે વિડીયો કોલ કરવાનું અને લોકેશન મોકલવાનું કહ્યુ હતુ. ત્યારે આ સમગ્ર મામલે આરોપીઓ પકડાઈ જવાની બીકે બંને પીતા પુત્રને છૂટા મૂકી તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે રાજકુમાર સંઘવી અને અન્ય અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના બાદ પકડાઈ જવાની બીકે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો પિતા-પુત્રને હિંમતનગરની ખાનગી હોસ્પીટલ માં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યારે પોલીસે બંનેનું નિવેદન લઈ ફરિયાદ નોધી આગળની તપસ હાથ ધરી હતી.
સંજય દીક્ષિત