જીલ્લા પોલીસ અધિકારીઓ એક દિવસનો પગાર અપાશે સહાય તરીકે

હિંમતનગરના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી ઉપર થયેલ દુષ્કર્મ અંતર્ગત ઇડરના સર્વ સમાજના વ્યક્તિઑ એકઠા થઇને ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

હિંમતનગરના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી ઉપર થયેલ દુષ્કર્મ અંગે ઇડરના પ્રજાજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને દુષ્કર્મ આચરનાર પરપ્રાંતી આરોપીને સખતમાં સખત સજા કરવામા આવે, બાળકીના પરિવારજનોને તંત્ર દ્વારાન્યાય મળે તે તેવી માંગણી કરવામાં આવી હતી. આગામી નજીકના દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.