અબતક, સંજય દિક્ષીત, ઇડર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) કામધેનુ યુનિવર્સિટી ખાતે  રાજ્ય કક્ષાના કલ્પસર, મત્સ્યઉદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના  હસ્તે સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયના ભૂમિ પૂજન તથા ભાઈઓ માટેની છાત્રાલય ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્ર્મમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેબિનેટમંત્રી પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહિં વિધાર્થીઓ માટેના અધ્યતન સુવિધાઓથી સજ્જ 36 રૂમો અને 108 વિધાર્થીઓની ક્ષમતાવાળા નવીન છાત્રાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેમજ સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયનું ભૂમિ પુજન છે. જે ગુજરાતમાં આ ત્રીજી ફિશરીંગ કોલેજ બનવા જઈ રહી છે.

કેન્દ્રિય કેબિનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલા વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા

વેરાવળ અને વલસાડ દરિયા કિનારે આવેલા છે ત્યાં મત્સ્યઉધોગ છે જ પરંતુ દરિયા કિનારાથી દૂર અહિં ઉત્તર ગુજરાતમાં મત્સ્યઉધોગના વિકાસ થકી મીઠા પાણીની માછલીઓનું સંવર્ધન અને તેના વેચાણ થકી યુવાનોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળ્યો છે. જેનો ઉપયોગ મત્સ્યઉધોગના વિકાસ માટે કરી સરકારે ખુબ જ મોટી રોજગારી ઉભી કરી છે. કેન્દ્રિય કેબિનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલાએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતને દેશનુ રોલ મોડલ બનાવ્યું છે.

4

ગુજરાતના યુવાનો ટેકનોલોજીના ઉપયોગ થકી આ ઉધોગ સાથે જોડાઇને ભવિષ્યમાં દક્ષિણના રાજ્યોથી પણ વધુ મત્સ્યપાલન કરી આર્થિક રીતે સધ્ધર બને તેવી નેમ વ્યક્ત કરી સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.   આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે પોતાનો શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે સચિવ ઉપાધ્યાય, મત્સ્ય ઉધોગ નિયામક નિતીન સાંઘવાન, કામધેનુ યુનિવર્સિટી કુલપતિ કેલાવાલા, કામધેનુ યુનિવર્સિટી કુલસચિવ ડો. બ્રહ્મક્ષત્રી, સંસ્થાના કાર્યપાલક ઇજનેરશ્રી, વેટેનરી વિભાગના ડોકટરો, સ્ટાફ અને વિધાર્થિઓ આ પ્રસંગે વર્ચ્યઅલ માધ્યમથી જોડાયા હતા.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.