હિમાલયની સુંદરતાના વખાણ માટે કોઈ પણ સાક્ષીની જરૂર નથી. હિમાલય માણસજાતને કુદરતે આપેલી ભેટ છે. માત્ર વિશાળ પર્વત જ નહીં. પરંતુ અત્યંત કિંમતી જડીબુટ્ટીઓનો ખજાનો છે.
હિમાલયની ખૂબસૂરતી નિહાળવા માટે લાખો પ્રવાસીઓ દર વર્ષે પહોંચે છે અલબત તાજેતરમાં જ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી એક અવકાશયાત્રી એ અવકાશમાંથી હિમાલયની અદભુત તસવીરો ખેંચી હતી.
આ તસવીરોમાં હિમાલયની સુંદરતા નજરે ચડે છે ઉપરાંત ઉત્તરની તરફ તિબેટમાં વિશ્વની છત ગણાતો વિસ્તાર પણ આવેલો છે. જે પણ ઝીણી આંખે જોઈ શકાય છે. આ તસવીરમાં દિલ્હીની રાજધાની તેમજ પાકિસ્તાન ની લાઈટ પણ સુંદરતાને નિખારે છે.