જામનગર નજીકના અલિયાબાડા પાસે એક હિમલયન પ્રજાતિનું બિમાર ગીધ (વલ્ચર) મળી આવ્યું છે.
જેને સારવાર આપવામાં આવી રહી છે.
જામનગર પંથકના અલિયાબાડા પાસે આવેલ નેવી મોડા ગામ નજીકથી એક હિમાલયન ગીફન વલ્ચર મળી આવ્યું છે.
જેને ગુજરાતી ભાષામાં ઉજળાે ગીધ કહી શકાય આ ઉજળો ગીધ લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓમાનો એક છે.
નેવી મોડ નજીકથી મળી આવેલુ આ ગીધ બિમાર હોવાનું જાણમાં આવતા, જામનગરની બર્ડ હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યુ છે.
હોસ્પિટલના સંચાલક કેતનભાઈના કહેવા પ્રમાણે સારવારથી આ ગીધની તબીયત સુધારા પર છે.
આ ગીધ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે પછી તેને ખૂલ્લા આકાશમાં મૂકત રીતે ઉડતુ મૂકી દેવામાં આવશે.