હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં થઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જતી એક સ્કૂલ બસનો એક્સિડન્ટ થયો છે. આ સ્કૂલ બસ ખાઈમાં પડી જવાના કારણે 35 બાળકો ઘાયલ થયા છે. તેમાં 5 બાળકોની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. કોમ્પ્યૂટર સેન્ટરના દરેક બાળકો ધર્મશાલામાં થતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક વર્ષ પુરુ થતાં આ રેલીનું આયોજન કર્યું હતું.
ઘાયલ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકોને ટાંડા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઘટના અપ્પરલંજના સમલેટામાં થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નગરોટા સુરિયાના કોમ્પ્યૂટર સેન્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ સ્કૂલના આ બાળકો વડાપ્રધાનની રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
32 સીટર આ પ્રાઈવેટ બસમાં કુલ 45 લોકો બેઠેલા છે. સ્થાનિક લોકોના સહયોગથી બધા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.