નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ મેન્સ ૪૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે ૧૫ દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમાએ બુધવારે ચેક રિપબ્લિકના તાબોર એથલેટિક્સ મીટમાં મહિલાઓની ૨૦૦ મીટર રેસ ૨૩.૨૫ સેક્ધડમાં પૂર્ણ કરી હતી. જયારે નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ ૪૦૦ મીટરની રેસમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે ૪૫.૪૦ સેકેંડમાં રેસ પૂરી કરી હતી. આ જીત સાથે હિમા અને અનસે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ક્વોલિફાય કરી લીધું છે.
૨ જુલાઈએ હિમાએ પોજ્નાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સની ૨૦૦ મીટરની રેસમાં ભાગ લીધો હતો. તેણે ૨૩.૬૫ સેકેંડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો. હિમાએ ૭ જુલાઈના પોલેન્ડના કુટનો એથલેટિક્સની ૨૦૦ મીટરની રેસ ૨૩.૯૭ સેકેંડમાં પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો. હિમાએ ૧૩ જુલાઈના ચેક રિપબ્લિકમાં રમાયેલી ક્લાંદો મેમોરિયલ એથ લેટિક્સની ૨૦૦ મીટરની રેસ ૨૩.૪૩ સેકેંડમાં પૂરી કરીને જીત મેળવી હતી.
મોહમ્મદ અનસે ૧૫ દિવસમાં દેશ માટે ૩ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુટનો એથલેટિક્સ મીટમાં અનસે ૪૦૦ મીટરની રેસ ૨૧.૧૮ સેકેંડમાં પૂરી કરી હતી. જ્યારે પોજ્નાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં ત્રીજા સ્થાને આવ્યો હતો. તેણે મેન્સની ૨૦૦ મીટરની રેસ ૨૦.૭૫ સેકેંડમાં પૂરી કરી હતી અને બ્રોન્ઝ મેડલ સાથે સંતોષ માનવો પડ્યો હતો.