Abtak Media Google News

જિંદગીની હર સફળતા હસ્તરેખામાં નથી હોતી… ચણાયેલી ઈમારત કદી એના નકશામાં નથી હોતી,.. પ્રચંડ પુરુષાર્થ ઈચ્છા શક્તિ અને ધગસ અને લગન થી જીવનના અઘરા ગણાતા લક્ષ્ય પણ સરળતાથી પ્રાપ્ત થાય તેનું સમજાવતી ઉપરોક્ત હસ્તરેખા અને ચણાયેલી ઈમારત નકશામાં હોતી નથી ની પંક્તિ માત્ર વાંચવા સાંભળવા માટે જ નહીં પરંતુ જિંદગીમાં પણ શક્ય બને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પડાવ અને મહિલા સશક્તિકરણ ના સુત્રો જીવનમાં કેવી રીતે સાર્થક થાય તેનો ઉત્કૃષ્ટ જવલંત દાખલો સંયમ શુદ્ધતા અહિંસા અને આદર્શ ધર્મ માનવતા ના હિમાયતી એવા જૈન પરિવારની દીકરીએ પાયલોટ બની ભારત સહિત સમગ્ર વિશ્વમાં જૈન સમાજનું માથું ઉન્નત કર્યું છે રાજકોટ જૈન સમાજ ના આગેવાન કેતનભાઇ અને વીણાબેન શેઠ ની પુત્રી કુ, હિલોનીએ કોમર્શિયલ પાયલોટ નું લાયસન્સ પ્રાપ્ત કરી સમસ્ત  જૈન સમાજ નું ગૌરવ વધાર્યું છે.

Hiloni Seth became the first woman pilot in Jain society
Hiloni Seth became the first woman pilot in Jain society

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલાસશક્તિકરણ, બેટી બચાવો, બેટી પઢાવો ની “ફળશ્રુતિ” એટલે હિલોની શેઠ

સમસ્ત જૈન સમાજ દ્વારા રોયલ પાર્ક જૈન મોટા સંઘ માં કાલે અભિવાદન ગોઠવવાનું છે

દીકરીઓને સમાજમાં ઉચ્ચ સ્થાને પહોંચાડવા માટે ઉચ્ચ શિક્ષણ સ્વતંત્રતા ની સાથે સાથે ધર્મ સંસ્કાર ની દીક્ષા પણ જરૂરી છે,હીલોની શેઠ “કેરિયર ગ્રાફ’માં અત્યારે મહિલા પાયલોટ તરીકે ટોચે પહોંચી છે,,  તેમ છતાં તેણે ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિનું ભારોભાર જતન કર્યું છે, પાયલોટની ટ્રેનીંગ દરમિયાન જૈનત્વને જાળવીને વિચાર આહાર માં સયમ સાથે કોઈપણ પરિસ્થિતિમાં ક્યારે કંદમૂળ ખાધા નથી, ક્યારેક એવું પણ બને કે બિસ્કીટ થી આખો દિવસ પસાર કરવો પડે, લંડનના એન્જિનિયર તરીકેની જોબ દરમિયાન મળેલા જીવનના પ્રથમ પગાર માંથી તેણે ₹1,00,000 લુક એન્ડ લર્ન પાઠશાળામાં અનુદાન આપ્યું હતું આમ પ્રથમ કમાણી સત કર્મ પાછળ વાપરવાના સંસ્કાર દીકરીએ દીપાવ્યા આજે સમસ્ત જૈન સમાજ માંથી સૌપ્રથમ મહિલા પાયલોટ બનીને સમાજનું મસ્તક ઊંચું કર્યું છે

રાજકોટ જૈન સમાજમાંથી સૌપ્રથમ પાયલોટ બનનાર કુમારી હિલોની કેતનભાઇ શેઠ નું સમસ્ત જૈન સમાજ,  રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે કાલે સમાજનું નામ દુનિયામાં રોશન કરનાર હીરોની શેઠ નું અભિવાદન કરવામાં આવશે પૂજ્ય ગુરુદેવ સુશાંત મુની મહારાજ સાહેબ તેમજ પૂજ્ય સુમતીબાય મહાસતી ,ડોક્ટર અમિતાજી મહાસતી તથા જશ ઉત્તમપ્રાણ પરિવારના સતી વૃંદ સહિત ચતુર્વિધ સંઘના ગુરુ ભગવંતો અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

હીલોની શેઠના સન્માન સમારોહમાં  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરિયા સહિતના સામાજિક રાજકીય આગેવાનો અને જૈન સમાજ ના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

ઉજ્જવળ કારકિર્દી અને કેરિયરમાં પાયલોટ બનવું દરેક યુવાનોનું સપનું હોય છે તેમાં દીકરી તરીકે પ્લેન ઉડાડવાની બાળપણથી હામ રાખતી હિલોની શેઠે પ્રચંડ  પુરુષાર્થ ની સાથે ધર્મ અને પારિવારિક સંસ્કારો જાળવીને કોમર્શિયલ મહિલા પાયલોટ નું લાયસન્સ મેળવીને દીકરીઓને માન સન્માન સાથે ભણાવવાનીહામ રાખતા પરિવારોનું મોરલ વધાર્યું છે… આ દીકરીને સમસ્ત રાજકોટ જૈન સમાજ દ્વારા શ્રી રોયલ પાર્ક સ્થાનક જૈન સંઘ પોષક શાળામાં , ઓમાન વાલા ઉપાશ્રય ખાતે પૂ ગુરુદેવ સુશાંત મુની મસા તેમજ ગુરુણી મૈયા  સદાનંદી  સુમિતિબાઈ વૃંદોના સાનિધ્યમાં કાલે સવારે 10 થી 11 કલાકે જાજરમાનમાં અભિવાદન કરવામાં આવશે

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા બીપીનભાઈ પારેખ એ જણાવ્યું હતું કે હીલોની શેઠ  રોયલ પાર્ક ની દીકરીછે તેનો સમગ્ર પરિવાર હરદમ કોઈપણ કાર્યમાં ચતુવિર્ધ સંઘની સાથે ખડે પગે હાજર હોય છે માતા વીણા બેન રોયલ પાર્ક મહિલા મંડળ તથા ડુંગર મહા મહિલા મંડળમાં વર્ષોથી સેવા આપે છે તેમની પુત્રી હીલોની એ મેળવેલી સિદ્ધિ સમસ્ત જૈન સમાજ માટે ગૌરવની વાત છે

હિલોની ના પિતા કેતનભાઇ શેઠે જણાવ્યું હતું કે મારી દીકરીનૂ નાનપણથી જ પાયલોટ બનવાનું સપનું હતું, અને મારી દીકરી પાઇલોટ બની તેનું સપનું પૂરું કરવામાં સફળ રહી છે તે વાતનું મને પિતા તરીકે ગૌરવ છે

મારી દીકરીની  મહેનત એ જ તેની સફળતા ની ગુરુ ચાવી છે, જૈન સમાજની પ્રથમ મહિલા પાયલોટ બનનાર હીલોની શેઠ રાષ્ટ્રીય સંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુની મ.સા પ્રેરિત લુક એન્ડ લર્ન જૈન પાઠશાળામાં જૈનદર્શનનો પાયાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે

તપસ્વીરતન માતા વીણાબેન પિતા કેતનભાઇ દાદા નવીનભાઈ સરળ હૃદયના દાદી મૃદીલાબેન સહિતના સમગ્ર શેઠ પરિવાર એ સંસ્કારોનું સુંદર સિચન કર્યું છે

મારુ બાળપણથી જ સપનું હતું પાયલોટ બનવાનું: પાયલોટ હીલોની શેઠ

જૈન સમાજ માટે ગૌરવ સમાન પ્રથમ વાર મહિલા પાયલોટ નું લાઇસન્સ કુમારી હીલોની શેઠે પ્રાપ્ત કર્યું છે ત્યારે અબ તકની શુભેચ્છા મુલાકાતે આવેલી હિલોની શેઠે જણાવ્યું હતું કે મારું નાનપણથી જ એક સપનું હતું કે હું પાયલોટ બનીશ અને મારી મહેનત અને મમ્મી પપ્પાનો હર હંમેશ સાથ સહકાર થી આજે મેં સફળતા મેળવી છે પાયલોટ બનવા માટે ફ્લાઈંગ ની સાથે સાથે ગ્રાઉન્ડ પરની તૈયારીઓનો ખાસ ધ્યાન રાખવામાં રાખવામાં આવતું હોય છે  અત્યારે હવે મહિલા ઓ પણ પુરુષ સમાવડી બની છે શ્રી સહજ વૃતિમાં ભય વૃત્તિ સામાન્ય હોય છે તેને દૂર હટાવીને ખુદનો માર્ગ બનાવવા ના સમયને પારખવા નું હીલોનીએ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.