ફેશનમાં હાઇ હિલ્સ અને ટાઇટ જીન્સ યુવતીઓનાં પસંદગીનાં પરિધાન છે ત્યારે ક્યારેક આ પ્રકારની ફેશન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે તેવા સમયે હાઇ હિલ્સ ટાઇટ જીન્સ અને જીન્સનાં પાછળના પોકેટમાં પર્સ રાખવું પણ સ્વાસ્થ્યને હાનિકારક છે. એવું જોવામાં આવ્યું છે કે યુવતીઓમાં હાઇ હિલ્સ ટાઇટ જીન્સ અને યુવકોમાં બેક પોકેટમાં પર્સ રાખવાની ફેશન છે ત્યારે આ પ્રકારની ફેશન તેનાં શરીર પર કુપ્રભાવ પાડી શકે છે. જાણીએ કેવી રીતે….?
યુવતીઓમાં ઉંચી એડીના સેન્ડલનું આકર્ષણન કોઇથી છાનુ નથી. જ્યારે બીજી યુવતીઓની અલગ દેખાવા માટે હાઇ હિલ્સ પહેરવાનું પસંદ કરે છે પરંતુ હાઇ હિલ્સના શોખ ધરાવતી યુવતીઓ તેની સાઇડ ઇફેક્ટથી વકેફ નથી હોતી. એક કલાક સુધી સતત હાઇ હિલ્સ પહેરવાથી પગ દુ:ખવા લાગ છે તેમજ પગમાં મચકોડ આવે છે સાથે સાથે ગાંઠા પણ પડે છે. આ ઉપરાંત ફ્રેક્ચરની સમસ્યાની સંભાવના પણ રહે છે.
હાઇ હિલ્સની સાથે સાથે ટાઇટ જીન્સ પણ યુવતીના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. જે જોવામાં આવ્યું છે કે ટાઇટ જીન્સ પહેરીને કામ કરવાથી મહિલાઓના પગમાં હવાનું સરક્યુલેશન થવાનું અટકી જાય છે. જેનાથી પગમાં ખંજવાળ, ઘાઘરની સમસ્યા થવાની સંભાવના રહે છે. આ સાથે જ પગમાં સ્વેલીંગની સમસ્યાનો પણ ઉદ્ભવ થાય છે.
તાજેતરમાં જ ડોક્ટર પાસે ટાઇટ જીન્સની થતી બીમારીનો કેસ આવ્યો હતો જેમાં એક મહિલાને કે પાર્ટમેન્ટલ સિંહોમ થયો હતો જે પગનાં નીચેનાં ભાગમાં દબાણ થવાના કારણે થયો હતો. જેમાં કારણે મહિલા દર્દીની માંસપેશિયોને ભારે નુકશાન થયું હતું.
સામાન્ય રીતે જીન્સનાં પાછળના ખીસ્સામાં પર્સ રાખવાનું ઓછુ બને છે પરંતુ પુરુષોમાં આ ચલણ વધુ જોવા મળ્યું છે અને એવું કરવાથી તેના શરીરને નુકશાન પહોંચે છે. બેક પોકેટમાં પર્સ રાખવાથી હિપ્સનાં હાડકાંન ફ્રેક્ચર થઇ શકે છે. આ ઉપરાંત પાછળની સાઇડ પર્સ રાખવાથી ત્યાં વજન વધુ થાય છે જેના કારણે કરોડરજ્જુના હાડકાંને પણ પ્રેશર આવે છે અને ટુટી પણ શકે છે. તેમજ પુરુષનાં હિપ્સનો આકાર પણ બદલી જાય છે તો આમ ફેશનનું આંધણું અનુકરણ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.