સુરેન્દ્રનગર જીલ્લામાં મોટાપાયે અગરિયાઓ દ્વારા તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે અને દેશ વિદેશમાં અગરિયાઓ દ્વારા પકવેલ મીઠું મોકલવામાં આવે છે ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી અને મીઠુ પકવવાની પ્રક્રિયા સમજી હતી.

Screenshot 11 3

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના રણમાં મોટાપાયે અગરિયાઓ દ્વારા રણમાં વસવાટ કરી મીઠુ પકવવામાં આવે છે. અગરિયાઓ રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી મીઠાનુ ઉત્પાદન કરે છે અને મીઠાને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. તેમજ દેશમાં સૌથી વધુ મીઠાનુ ઉત્પાદન સુરેન્દ્રનગર જીલ્લામા થાય છે ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી.

Screenshot 8 10

જ્યાં અગરિયાઓની મીઠું પકવવાની આખી પ્રક્રિયાને સમજીને એમની સાથે સંવાદ કર્યો હતો. અગરિયાઓને રણમા પડતી તકલીફો અને સમસ્યાઓ વિશે તેમજ સરકાર દ્વારા અગરિયાઓને આપવામા આવતી સુવિધાઓ અને સહાય અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. અગરિયાઓના રહેઠાણ, તેમની જીવનશૈલી વિશે પણ જાણકારી મેળવી હતી અને ખુબ પ્રભાવિત થયા હતા.50 મિલિયન ડોલર ની જાહેર કરવામાં આવ્યા સાથે આ રૂપિયા મહિલા નાં સર્વાગી વિકાસ નાં કર્યો માં વાપરવાં આવશે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.