અમિતાભ, સલમાન, અક્ષય, ગોવિંદા, જેકી, સનીએ વાળ ‘ઉછીના’ લીધેલા છે
હાયલા ! આપણા હીરોલોગને માથામાં વાળ જ નથી. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષયકુમાર, જેકી શ્રોફ, સની દેઓલે વાળ ‘ઉછીના’ લીધા છે.
વીતેલા દશકાના હીરો રાજકુમાર, રાકેશ રોશન તો ગર્વથી પડદા પર વિગ પહેરતા હતા. કૃત્રિમ વાળથી મસ્તકને સજાવનારા ફિલ્મી સીતારાઓની યાદીમાં અનિલકપૂર, શાહરુખ ખાન, આમીર ખાન વિગેરે હજુ સામેલ નથી.
અમિતાભ બચ્ચ જયારે ૧૯૯૦ના દશકામાં બ્લડ બેન્કના પ્રોજેકટ માટે પત્ની જયા સાથે રાજકોટ આવેલા ત્યારે બચ્ચનના ચાહકોને આંચકો લાગ્યો હતો કેમ કે મેગાસ્ટારના માથાના પાછળના ભાગે ચોક્કસ જગ્યા પર વાળ જ ન હતા. ત્યારબાદ બચ્ચને કમ બેક ફિલ્મ ‘મૃત્યુદાતા’ વખતે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.
આ સિવાય, સલમાન ખાને ફિલ્મ ‘તેરે નામ’ના શુટિંગ વેળાએ પાંખા વાળની સમસ્યાથી કંટાળીને માથે મૂંડન જ કરાવી લીધું હતું. તેણે પણ સર્જરીનો સહારો લીધો છે. અક્ષયકુમાર, ગોવિંદા જેકી શ્રોફ, સન્ની દેઓલ વિગેરે પેચ પહેરે છે.
જોહન અબ્રાહમ, ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ જેવા હાર્ટ થ્રોબ એકટર્સ પણ વાળ કરવાની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. એવી જોક સાંભળવા મળે છે કે કંગનાએ ઋતિકના વાળ લઈ લીધા. જોહને બોડી બિલ્ટ અપ માટે સ્ટીરોઈડ લીધું જે તેને મોંઘુ પડી ગયું છે. એ જ રીતે ટાઈગરને પણ માથામાં ખાંચા પડી ગયા છે. આમ પણ માથામાં ટાલ પડવાની સમસ્યા તેને પિતૃપક્ષે વારસામાં મળી છે. મમ્મી આઈશા શ્રોફનું કપાળ પણ મોટું છે. ઘણા ઓછાને ખબર છે પણ અભિનયનો એક્કો ગણાતો મનોજ બાજપેયી એક એવા ભ્રમનો શિકાર થયેલો કે મારા બધા વાળ ખરી જશે ને હું ગંજો બની જઈશ.
તમને ખબર છે ? ‘ડ્રીમ ગર્લ’ હેમા માલીનીનું ફોર હેડ એટલે કે કપાલ મોટું છે એટલે તેઓ વિગ કે પેચ પહેરે છે. તાજેતરમાં એક ટીવી શોમાં ‘કવીન’ કંગના રનૌટ પણ વાળની સમસ્યાથી ઝઝૂમી રહી હોય તેવું લાગ્યું હતું.
બાય ધ વે, ઋતિકથી માંડીને શાહરુખ, અનિલ, રણવીર બધાની દાઢી ધોળી છે તેને ય તેમણે કલર કરવો પડે છે. અમિતાભને સંઘર્ષના દિવસોમાં કોમેડીયન મહેમુદે એક એવો કોમ્બ (દાંતીયો) આપ્યો હતો જેનાથી વાળ પણ ઓળાઈ જાય અને કાળા પણ થઈ જાય મતલબ કે વાળને ડાઈ પણ થઈ જાય. ફિલ્મ ‘દીવારના’ એક સીનમાં બચ્ચનની ઝૂલ્ફોમાં સફેદી દેખાય આવે છે આવું તો ઘણું બધું છે.