શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે હર ઘર તિરંગા એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળનું એક અભિયાન છે જે લોકોને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના 7પમાં વર્ષ નિમિતે તેને લહેરાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
ધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતા વધુ ઔપચાિરક અને સંસ્થાકીય રહયોં છે. ત્યારે આઝાદીના 7પમાં વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથે અંગત જોડાણનું જ નહી પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબધ્ધતાનું મૂર્ત સ્વરૂપ બની જાય છે. ત્યારે દેશના યશસ્વી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરેલ આ પહેલ પાછળનો વિચાર લોકોના હ્રદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતી લાવવાનો છે. ત્યારે શહેર ભાજપ ધ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતગર્ત શહેરભરના રાજમાર્ગો, મુખ્ય ચોકો પર આકર્ષક હોડીંગ્સ અને બેનરોથી શણગારાયા છે. અને રાજમાર્ગો તિરંગા રંગથી રંગાયા છે.
ત્યારે આ અંતગર્ત શહેરના વિવિધ સ્થળો ખાતેથી 1 લાખથી પણ વધુ તિરંગાનું વિતરણ શરૂ કરવામાં આવશે અને ઘેર-ઘરે તિરંગો લહેરાવામાં આવશે ત્યારે આ ગૌરવવંતી ક્ષ્ાણને ઉજવવા શહેરીજનો ઉમળકાભેર જોડાવવા આતુર હોય શહેરીજનોના દિલોદિમાગ પર તિરંગો લહેરાશેે.