ભંગાર વેંચવા માટે ટેન્ડર પ્રસિધ્ધ: ૧૨મી માર્ચ સુધી અરજી કરી શકાશે
કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રાજમાર્ગો પરી જપ્ત કરવામાં આવેલી રેંકડી, કેબીન સહિતનો સામાન વેંચવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આગામી ૧૨મી માર્ચ સુધી ભાવ ભરી શકાશે.
દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ અલગ રાજમાર્ગો પરી ટ્રાફીકને નડતરપ રેંકડી, કેબીન અને અન્ય માલ-સામાન જપ્ત કરી લેવામાં આવે છે. જે વેંચાણી આપવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ માલ સામાન ૨જી માર્ચી ૪ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન સેન્ટ્રલ ઝોન, ગોડાઉન, ૮૦ ફૂટ રોડ અને વેસ્ટ ઝોન ગોડાઉન કાલાવડ રોડ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પાસે જ્યારે ઈસ્ટ ઝોન ગોડાઉન પેડક રોડ સીતારામ સોસાયટી મેઈન રોડ પર સવારે ૧૦:૩૦ ી ૨:૦૦ વાગ્યા સુધી જોઈ શકાશે. રસ ધરાવતા વ્યક્તિ દબાણ હટાવ વિભાગમાં બંધ કવરમાં ભાવ આપી શકશે.