વડાપ્રધાનનો રોડ-શો પૂર્ણ તા જ તંત્ર ફરી કામગીરીમાં જોતરાયું: સર્કલો પરી પણ બપોરબાદ રોશની હટાવી દેવાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌની યોજનાના લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટની મુલાકાતે આવવાના હોય મહાપાલિકા કલેકટર કચેરી સહિતના સરકારી વિભાગો દ્વારા શહેરમાં લોકોને આંજી દે તેવી અભૂતપૂર્વ રોશની કરવામાં આવી હતી. વડાપ્રધાનના રોડ-શો માટે વિવિધ રાજમાર્ગો પર દુકાનોની આડે મહાકાય આડશો ખડકી દેવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે વડાપ્રધાનનો રોડ-શો પૂર્ણ તાની સો જ તંત્ર દ્વારા રાતો-રાત રાજમાર્ગો પરી શણગાર અને બેરીકેટ હટાવવાની કામગીરી શ‚ કરી દેવામાં આવી હતી. બપોર બાદ સર્કલો પરી રોશની પણ દૂર કરી દેવાશે.
વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે રાજકોટમાં એરપોર્ટી આજીડેમ સુધીના ૧૦ કિ.મી.ના રસ્તાઓ પર રોશનીનો શણગાર, બેરીકેટ, વિવિધ સમાજ દ્વારા આવકારતા સ્ટોલ સહિતનું ખડકી દેવામાં આવ્યું હતું. જે રસ્તા પરી વડાપ્રધાન પસાર વાના ન હતા ત્યાં પણ શણગાર કરવામાં આવ્યો હતો. દુકાનોની આડે બેરીકેટ લગાવવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રોડ-શો પૂર્ણ તાની સો જ તંત્ર દ્વારા રેસકોર્સ રીંગ રોડ સહિતના રાજમાર્ગો પરી વેપારીઓની દુકાનની આડે ખડકી દેવામાં આવેલી આડશો હટાવી દેવામાં આવી હતી. રોડ ખુલ્લા કરાવી દેવા માટે સંસઓના સ્ટોલ પણ રાજમાર્ગો પરી હટાવી દેવાની કામગીરી યુદ્ધના ધોરણે શ‚ કરી દેવાઈ હતી. શહેરના ૪૦ સર્કલોને શણગારમાં આવ્યા છે. આજે બપોરબાદ સર્કલો ખાતેી પણ શણગાર દૂર કરી દેવામાં આવશે.