સોડા એશ સેગમેન્ટનો રૂ.૧૦ હજાર કરોડ અને કઠોળ, મસાલા તથા ફૂડ કેટેગરીનો રૂ.૫ હજાર કરોડનો બિઝનેસ મેળવવા કંપનીની તૈયારી
આગામી પાંચ વર્ષમાં સોડા એશ સેગમેન્ટનો રૂ.૧૦ હજાર કરોડનો તથા કઠોળ, મસાલા અને ફૂડ કેટેગરીનો રૂ.૫ હજાર કરોડનો બિઝનેશ હસ્તગત કરવાની તૈયારી ટાટા કેમિકલ્સની છે. મીઠાપુરમાં હાઈલી ડિસ્પોઝેબલ સીલીકા આધારિત પ્લાન્ટ કંપની નાકવા જઈ રહી છે.
કોમોડીટી સેકટરમાં સોડા એશ, યુરીયા અને ફોસ્ફેટમાં ટાટા કેમિકલ્સ અગ્ર હરોળની કંપની છે. આ ક્ષેત્રમાં રૂ. ૧૦ હજાર કરોડનો બિઝનેશ આગામી પાંચ વર્ષમાં કરવા યોજના ઘડી કાઢવામાં આવી છે. આ ઉપરાંત કઠોળ, મસાલા અને ફૂડના ક્ષેત્રમાં પણ કંપની કેટેગરી વિકસાવી રહી છે. આ ક્ષેત્રમાં રૂ.૫ હજાર કરોડની આવક રળવાની અપેક્ષા કંપનીને છે.
ભવિષ્યના વિકાસનો પાયો નાખવા કંપની હાઈલી ડિસ્પેઝેબલ સીલીકા (એચડીએસ) નેનોમટીરીયલ્સ, ન્યુટ્રીશન તથા વિભીન્ન ફૂડ કેટેગરીનો પ્લાન્ટ નાખવાની તૈયારી કંપની કરી રહી છે. હાઈલી ડિસ્પેઝેબલ સીલીકાના મેન્યુફેકચરીંગ માટે રૂ.૨૯૫ કરોડનું મુડી રોકાણ કરવાની મંજૂરી કંપનીએ આપી દીધી છે.