ધરતીનો છેડો ઘર… ત્યારે હાલ ઘરમાં જ રહી લોકો તંદુરસ્ત અને સ્વાદિષ્ટ આહારની મજા માણે છે
હાલના ૨૧ દિવસીય લોકડાઉનનો સમય કઇ પસાર કરવો તે તમારા લોકો માટે એક મોટો પ્રશ્ર્નો ઉદ્ભવ્યો છે. ત્યારે ખાસ હાલમાં રેસ્ટોરન્ટ બંધ થઇ હોવાથી સ્વાદસિકવ લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.
ખાસતો હાલમાં આહારને લઇને તમામ જવાબદારી ગ્રહીણી પર આવી હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે અબકતની ટીમ દ્વારા રાજકોટમાં મહાનુભાવોના ઘરે જઇને વિગતો લેવામાં આવી હતી.
ગોળના શોખીન અશોકભાઇને ભાભીના હાથની ઢોકળી પણ એટલી જ પ્રિય
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરના ધર્મપત્ની રમાબેન ડાંગરએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે ખરા ખર્તમાં એક મકાન ઘર ત્યારે જ બને છે. જયારે સ્ત્રી પોતાની જવાબદારી સમજીને પોતાના પરિવારને સાચવે અને ખાસ તો લોકડાઉનનો આ સમય ગાળો એવો છે કે જેમાં લોકો ઘરમાં જ રહી દેશની સેવા કરી શકશે. ઉપરાંત હાલના ભાગદોળ વાળા જીવનમાં પોતાના પરિવાર સાથે સમય પણ વિતાવી શકે છે. ખાસ તો તેવો સંયુકત પરિવારમાં રહે છે. તેથી બાળકોની જમવાને લઇને અલગ અલગ ફરમાઇશ આવે છે તેથી તેવોને નવુ નવુ બનાવીને બાળકોને તથા અન્ય પરિવારના સભ્યોને જમાડે છે. આ ઉપરાંત તેમણે તેમના પતિના એક રહસ્ય વિશે પણ જણાવ્યુ કે તેવો ગોળ ખાવાના શોખીન છે. સામાન્ય રિતે ડુંગળી અને દુધ સાથે ન લવાય ત્યારે અશોકભાઇ ગોળ, ડુંગળી અને દુધ ત્રણેય આહાર એક સાથે જ આરોગ. છે. સાથો સાથ અશોકભાઇ ડાંગરએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે, લોકડાઉનનો સમય તેવો બાળકો સાથે અલગ અલગ રમતો રમી રહ્યા કરે છે. ખાસતો તેવો મૂળ આકોલવાડિના તેથી તેવો વધારે સાદુ ભોજન પસંદ કરે છે. તેમના પત્નીનાં હાથનું ઢોકળીનું શાક તેમને અતિપ્રિય છે. તેવો હાલમાં લોકડાઉનનાં સમયને બાળકોને અને પરિવાર સાથે સહર્ષ વિતાવિ રહ્યા છે.
લોકડાઉનના કારણે મારા પતિની આંતરિક શકિત ખીલી છે: વિધિબા જાડેજા
જમીન મકાનના વ્યવસાય સાથે સંકવ્ળાયેલા મયુરધ્વજસિંહ જાડેજાના પત્ની વિવિધબા જાડેજા અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું હાલનો લોકડાઉનનો સમયએ એક રીતે પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો છે. ત્યારે તેવો આ ઘડીને માણી રહ્યા છે. સવિર્ષેશ તેવોએ ઉર્મેયુ કે તેમના પતિની આંતરિક શકિતી ખીલી છે. ખાસતો મયુરઘ્વજસિંહને તેમના હાથનાં રાજમા ખુબજ ભાવે છે. ખાસતો તેમના પરિવારના તમામ સભ્યો પોતાની રીતે પોતાના કામ કરે છે. તેથી તેમના પર સંપૂર્ણ કામગીરી નથી. આ ઉપરાંત ખાસ હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ સવારનું મેનુ પછી લેતા હોય છે. જેથી રોજે અલય અને નવુ તેવો પરિવારને પિરસી શકે સાથો સાથ મયુરધ્વજસિંહ જાડેજાએ પણ અબતક સાથે ખાસ વાતચિત કરી હતી. લોકડાઉનનાં એક અઠવાડિયામાં તેવોએ લગભગ ઘરનું કામ શીખી લીધું પરંતુ જયા સુધી લોકડાઉન પીરીયડ પુરૂ થશે ત્યા સુધી તેવો રસોઇથી લઇને તમામ કાર્યોમાં પારંગત થઇ જશે આ ઉપરાંત લોકડાઉનનો નિર્ણયએ લોકોના હિતાર્થે જ છે. તેથી દરેક વ્યકિતએ ચુસ્ત પણે પાલન કરી તેમના પરિવાર સાથે સમય વિતાવી નવુ નવુ શિખવુ જોઇએ અને સમય વિતાવવું જોઇએ.
લોકડાઉનને લોકો કંટાળાજનક માને છે ખરેખર પરિવાર માટે આ સુવર્ણ કાળ છે: રીટાબેન દોશી
રાજુ એન્જીનીયરીંગનાં સંસ્થાપત રાજુભાઇ દોશીના પત્ની રીટાબેન દોશીએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે તેવો હાઉસવાઇફ છે અને હાલના સમયમાં લોકડાઉનનો સમય છે. ત્યારે તેવો ખાસ રસોઇના સોખીન છે. સામાન્ય રીતે તેમના ઘરના તમામ સભ્યો ઘરનું જ જમવાનું પસંદ કરે છે. સાથો સાથ હાલમાં બાળકોની રિમાન્ડ નવી નવી હોય છે. તેથી તેવો નવી નવી ડિલિસીયસ ડિસ બનાવીને બાળકોને જમાડે છે. આ ઉપરાંત તેવો બધા સાથે મળીને અલગ અલગ રમતો રમે છે. અને આસતો તેમના પતિ રાજુભાઇ બધાને એન્ટસ્ટેન કરે છે. શનિવારનો પુરો દિવસ તેવોને ફરસાણનો હોય છે. ખાસતો લોકો વાતો કરે છે કે આ લોકડાઉન કંટાળા જનક છે. પરંતુ તેવોને કંટાળો બિલકુલ નથી આવતો. સાથો સાથો રાજુભાઇ દોશીએ પણ અબતક સાથે વાત કરી હતી. તેવોને આ સમય પરિવાર સાથે રહીને સમય વિતાવવા માટે ખુબજ અગત્યનો છે. તેવો સંયુકત પરિવારમાં રહે છે. અને બધા સાથે મળીને આ સમય વિતાવી રહ્યા છે.
લોકડાઉનમાં આપણે સંયુકત કુટુંબ પ્રણાલીમાં આવી ગયા: મેયર બીનાબેન આચાર્ય
અબતક સાથેની વાતચિત દરમિયાન મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે હું મારી તમામ સામાજીક તથા પરિવાર બંનેની જવાબદારીઓ નિભાવી રહી છું અને ઘરમાં રહેવાનો એક સુનહરો અવસર ગણી શકાય. આ એ સમય મળ્યો છે કે ઘરના તમામ સભ્યોએ સવારથી સાંજ સુધી સાથે જ રહેવાનું હોય ત્યારે ખાવા પીવાનું પણ વધી જંતુ હોય અને બધા સાથે બેઠા હોય એટલે કટક બટકતો ચાલું જ હોય ત્યારે મારા ઘરમાં સભ્યોની અલગ અલગ ફરમાઇશો હોય તે બનાવીએ દીએ, અને બધાના ઘરમાં હાલ નવી નવી રેસીપી બનતી જ હશે. આપણી સાંસ્કૃતિ પ્રમાલો કહીએ તો આ સમય આપણે પાછા આપણા સંયુકત કુંટુંબ પ્રમાણીમાં આવી ગયા છીએ.
હું વાત કરુ રેસીપીની તો મારા ઘરમાં અવનવી રેસીપી તેમાં પણ આપણી જુની લાપસી, રોટલા ઓળો, વગેરે.
આજે મેં ચાપડી, શાક અને લાપસી બનાવી છે.. હું મારી ફેવરીટ વાનગીની વાત કરું તો મને મીઠાઇ બહુ પસંદ છે અને હું બનાવતી હોય.
આ લોકડાઉનના સમયમાં સાંજે બધા સાથે કે જયારે મારા પપ્પા હતા. તેઓ અમને બહાર ફેરવતા તે ફોટા જોઇ જુની યાદો તાજી કરતા હોય. મારા ભાઇને એ એશોમાં માને તે તેને લઇ ચર્ચા વિચારણા થતી હોય.ભારતદેશએ ગરમ દેશ છે. અહિયા ઠંડી, ગરમી, વરસાદ પડે છે. અને જમાવાનું પણ આપણું પૌષ્ટિક હોય ઘરનું જમતા હોય જેથી રોગપૂતિકારક શકિત વધુ હોય.
ઘરના દરેક સભ્યોની ફરમાઇશો સાથે મળી પૂર્ણ કરીએ છીએ: વંદનાબેન ભારદ્વાજ
અબતક સાથેની વાતચિત દરમિયાન વંદનાબેન ભારદ્વાજએ જણાવ્યું હતું કે આ ૨૧ દિવસના લોકડાઉનમાં અમારા ઘરનું વાતાવરણ ખૂબ જ સરસ થઇ ગયું છે તમારા પતિદેવના ઘણા કામ હોવાની ફેમેલીને સમય ન હોતા આપી શકતા ત્યારે હાલ અમને સમય પૂરેપૂરો આપેલ છે. મને રસોઇમાં મદદ કરે. મારા બાળકોની ફરમાઇશ હોય, તેમની (પતિદેવની)ફરમાઇશ હોય તો બધા સાથે મળીને બનાવીએ, હમણાં જ બાળકોએ કહ્યું કે મમ્ી પાણીપૂરી ખાવાનું મન થયું છે. તો તેમાં મારા પતિદેવ (નીતીનભાઇ)એ મને બટાકા ફેલાવામાં મદદ કરી. બાળકો મને દરકે કામમાં મદદ કરે મને આવી કલ્પના ન હતી. એટલું સરસ બોન્ડીંગ થઇ ગયું છે.
હું ખુબ જ પોઝીટીવ ફીલ કરું છું કે મારા૫તિદેવના બિઝી સેડપુલમાંથી ૨૧ દિવસની મુકિત મળી અને અમને સમય મળ્યો.
મારા ઘરમાં બધાની જુદી જુદી ફરમાઇશો જેમ કે રગડો, સેન્ડવીચ, પાણીપૂરી, સ્વીટમાં દૂધીનો હલવો, પૂરપપૂરી, બિરન અને ગુજરાતી જેમાં વડીનું શાક ભોજન ભરેલ રિંગણા બટેકા ઢોકળીનું શાક બધાને ખૂબ જ ભાવે તો બનાવું છું. અમારા ઘરમાં પૌષ્ટિક આહાર પણ અને જેમ કે સલાડ, મલ્ટીગ્રીન રોટલી, કઠોળ વગેરે મારા પતિને ગુજરાતી સાદુ ભોજન વધુ ભાવે જેમ કે ખીચડી, વડીનું શાક વગેરે ફાસ્ટફૂડ તેમને ઓછું ભાવે.વધુમાં વાત કરતો જણાવ્યું કે મકાન સાચું ઘર ત્યારે જ બને કે ઘરનું વાતાવરણ પોઝીટીવ હોય. ઘરના તમામ સભ્યોની એક બીજા પ્રત્યેની લાગણી હોય ત્યારે મંદિર એક બને છે. અને ઘર બને આ ૨૧ દિવસનો સમય અખારી જીંદગીનો અમૂલ્ય સમય છે. જે કયારેય નહી ભૂલાય.
લોકડાઉનમાં મને મારા પતિ અને બાળકો રસોઇમાં મદદ કરે છે: શર્મિલા બાંભણીયા
અબતક સાથેની વાતચિત દરમિયાન શર્મિલાબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે આ ૨૧ દિવસનું લોકડાઉન અમારા માટે પરિવારનું મિલન કહી શકાય પરિવારના દરેક સત્ય દરેક મને રસોઇ-કામકાજમાં મદદરૂપ થાય છે. બધાની ફરમાઇશો જુદી જુદી હોય બાળકોને ફાસ્ટફૂડ તો પતિદેવને ગુજરાતી ભોજન જમવું હોય તો હું એવું કહ્યુ કે એક સમય બાળકોને ભાવતી વાનગી બનાવું એક સમય મોટા લોકોને ભાવનું બનાવું. મને મારા પતિદેવ અને બાળકો રસોઇમાં મદદ કરે. હું એમ કહીશ કે મકાન ઘર ત્યારે જ બને છે કે બધા પરિવારના સભ્યો હળીમળીને આનંદથી જીંદગી જીવીએ. આપણા લોકોમાં રોગપૂતિકારક શકિત વધારે હોય છે કારણ કે આપણે પૌષ્ટિક ભોજન જમીએ છીએ. આપણે ગમે તેટલું ફાસ્ટફુડ ખાય પરતુ ઘરનું ભોજન તે ઘરનું જ એવું કહેવાય કે દુનિયાનો છેડો ઘર ઘર જેવી મજા કયાંય નહી.
આ સમયમાં અમે બધા એકદમ નજીક આવી ગયા છીએ અને ઘરમાં વિવિધ પૂવૃતિઓ કરીએ અને ઘરમાં પ્રોઝીટીવ વાતાવરણ થઇ ગયું છે. આ સમય અમારા માટે જીંદગીભરનું સંભારણું બની રહેશે.