આતંકી સંગઠન અલકાયદા દક્ષિણ કાશ્મીરના અવતિપુરામાં મોટો આતંકવાદી હુમલો કરવાની બાતમીનાં પગલે સઘન સુરક્ષા
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષા પ્રબંધની ગતિવિધિઓ વચ્ચે ગુપ્તચર વિભાગને પાક પ્રેરિત આતંકીઓ કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાની ફિરાકમાં હોવાની બાતમી મળતા જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ જાહેર કરી ખીણ વિસ્તારની સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. રવિવાર દિવસ દરમ્યાન જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈ દિલ્હીથી શ્રીનગર સુધીના ટેલીફોનના દોરડા ધણધણતા રહ્યા હતા.
અમરનાથયાત્રા ૧ જુલાઈથી શરૂ થવાની છે. ત્યારે પાક પ્રેરિત આતંકીઓએ તાજેતરમાંજ અન્સાર ગજવાતુલ હિન્દનો કમાન્ડર ઝાકીરમુસાના સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરનનો બદલો લેવા અલકાયદા દક્ષિણ કાશ્મીરના પુલવામાં જીલ્લાના અંવતિપુરામાં મોટા આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં હોવાનું ગુપ્તચર તંત્રને બાતમી મળી હતી.
અમરનાથયાત્રા ટુંક સમયમાં શરૂ થવાની છે. ત્યાર જમ્મુ કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હોવાની બાતમીનાં પગલે રાજયની સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ સંસ્થાઓને જાણકારી આપી દઈને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આમપણ અમરનાથ યાત્રાને લઈ રાજય સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં સઘન સુરક્ષામાં કોઈ કચાશ રાખતી નથી ગુપ્તચર વિભાગને મળેલી બાતમીમાં નાપાક તત્વોએ જમ્મુ કાશ્મીરની શાંત પરિસ્થિતિને ડહોળવા માટે હુમલાની પૈરવીને અંજામ આપવા ફીદાઈનોને તૈયાર કર્યા છે.
પૂલવામાં આતંકવાદી હુમલા બાદ ભારતની સર્જીકલ સ્ટ્રાઈક અને કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ અને છેલ્લે ઝાકીરમુસા જેવા મોટા આતંકીના ખાત્મા બાદ જમ્મુ કાશ્મીરમાંથી દેશ વિરોધી તત્વોના મૂળીયા ઉખેડી ગયા હોય તેવી પરિસ્થિતિથી ભારત વિરોધી તત્વો મનમાની કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરની વધુમાં વધઉ પ્રજા લોકતંત્રમાં વિશ્ર્વાસ મૂકતી થઈ છે. આતંકીઓનાં અનેક પ્રયાસો છતા મતદાન વધતુ જાય છે.
ઝાકીરમુસાના બદલા માટે કાશ્મીરમાં ખીણ વિસ્તારને ટાર્ગેટ બનાવી અમરનાથ યાત્રીઓને રૂટ જે વિસ્તારમાં પસાર થાય છે. તેવા અંવતિ પુરાને નાપાક આતંકીઓ નિશાન બનાવે તેવી બાતમીના પગલે સરકારે જમ્મુ કાશ્મીરમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.
ગૃહમંત્રી અમિતશાહે પદભાર સંભાવતાની સાથે જ જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર સતત નઝર રહી છે. ત્યારે આતંકીઓની ગતિવિધિની બાતમી સાથે જ જમ્મુ કાશ્મીરમાં ચકલુ પણ ન ફરકે તેવું હાઈએલર્ટ જાહેર કરી દીધું છે.