ઉચૈયા ગામમાંથી પીપાવાવ સુરેન્દ્રનગર રેલવે બોડ ગેઝ લાઈન પસાર થાય છે જે ગામ પ્રવેશવાન મુખ્ય રસ્તા પરથી પસાર થઈ છે જે રસ્તા પર અંડરબ્રીજ બનાવવામાં આવેલ છે તે બ્રીજ ખુબ જ પ્રમાણમાં રસ્તાનું લેવલ ખુબ જ નીચું કરીને બ્રીજ બનાવેલ હોવાથી ચોમાસામાં તેમાં રસ્તા પર ખુબ પાણી ભરાઈ જાય છે થતો રસ્તો બંધ થઈ જાય છે

તો ગામ લોકોને અવાર જવર કરવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોઈ ગામથી બહાર અભ્યાસ માટે જતા બાળકો જઈ શકતા નથી. ચોમાસા દરમિયાન ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી. બહાર ગામથી સ્કૂલમાં આવતા શિક્ષકો આવી શકતા નથી આ સમસ્યા જયારથી બ્રીજ બનાવ્યો ત્યારથી છે.

આશરે ૧૫ વર્ષ થયા છે અનેકવાર લેખિત રજુઆત મામલતદારથી લઈ મુખ્યમંત્રી સુધી કરવામાં આવેલ છે તથા ભાવનગર રેલવે ડીઆરએમ લેખિત તથા મૌખિક રજુઆતો કરેલ આજદિન સુધી કોઈ રેલવેના કર્મચારી કોઈ સ્થળ ઉપર આવવાની વાત દુર રહી પણ એકપણ પત્ર દ્વારા જવાબ આપવામાં આવેલ નથી.

રૂબરૂમાં આવવાની વાત દુર રહી પણ એક પત્ર દ્વારા જવાબ આપવામાં આવેલ નથી. રૂબરૂમાં જઈને કાં તો રેલવેના કર્મચારી એવું કઈ કે રાજય સરકારને કરવાનું છેને રાજય સરકારના આર.એમ.વી. વિભાગના કર્મચારીઓ એવું લેખિતમાં આપેલ છે. રસ્તો ખુબ પ્રમાણમાં ખોદીને બ્રીજ બનાવો છે

તો રેલવે કરશે આમ જ એક બીજા ઉપર ધોળી દઈને આ ગામ લોકો ૧૫ વરસથી હેરાન થઈ છે. એપ્રિલ મહિનામાં રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું ત્યારે ભાવનગર રેલવેના કર્મચારી ડી.એન.રાજકુમાર તથા રાજુલા ડેપ્યુટી કલેકટર ડાભી આવીને ગામ લોકોને લેખિતમાં બાંહેધરી આપેલી કે બે મહિનામાં ગામ લોકોનો પ્રશ્નોસોલ કરી આપવામાં આવશે પણ આજદિન સુધી કોઈ ગામમાં જોવા પણ આવેલ નથી.

આ રેલવે લાઈન પીપાવાવ કોર્પોરેશનની છે તેથી સરકાર પ્રાઈવેટ કંપનીને સાવરે છેને ગામ લોકો વારસોથી હાલાકી ભોગવે છે. હાલ નવયુવાન સરપંચ પ્રતાપભાઈ બેપારીયા છેલ્લા ૧ વર્ષથી અનેકવાર ભાવનગર ડી.આર.એમ.ને રૂબરૂમાં રજુઆત કરેલ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.