રાજકોટ ન્યુઝ: ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષથી 29 વર્ષ સુધીના લોકો માટે બેરોજગારીનો દર જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન ઘટીને 6.7 ટકા થયો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 6.8 ટકા હતો, જે સતત સુધારો દર્શાવે છે. કેરળમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં 15-29 વય જૂથમાં સૌથી વધુ બેરોજગારી દર હતો, જ્યારે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં 15-29 વય જૂથમાં સૌથી વધુ બેરોજગારી દર નોંધ્યો હતો. જો કે આમાં મહત્વની વાત એ સામે આવી છે કે જ્યાં શિક્ષણનું સ્તર વધારે ત્યાં બેરોજગારીનો દર વધુ જોવા મળે છે.
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સામયિક લેબર ફોર્સ સર્વે ડેટા અનુસાર 2007માં દિલ્હીમાં સૌથી ઓછો બેરોજગારીનો દર હતો. સર્વે અનુસાર, 15-29 વર્ષની શ્રેણીમાં સૌથી વધુ બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાં કેરળ, જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશાનો સમાવેશ થાય છે. આ શ્રેણી માટેનો એકંદર બેરોજગારી દર આ સમયગાળામાં (જાન્યુઆરી-માર્ચ 2024) 17% હતો, જે ઑક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં 16.5% કરતાં વધુ અને જાન્યુઆરી-માર્ચ 2023માં 17.3% કરતાં થોડો ઓછો છે.
22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી, ત્રણમાં એક અંકમાં બેરોજગારીનો દર નોંધાયો છે – દિલ્હી (3.1%), ગુજરાત (9%) અને હરિયાણા (9.5%). નીચા બેરોજગારી દર ધરાવતા પાંચ રાજ્યોમાંથી અન્ય બે રાજ્યોમાં કર્ણાટક (11.5%) અને મધ્યપ્રદેશ (12.1%) છે. 15-29 વય જૂથ લાંબા સમયથી બે આંકડામાં બેરોજગારીનો દર રહ્યો હતો, જે દર કોવિડ-19 રોગચાળા દરમિયાન ઝડપથી વધ્યો હતો. કોવિડ પછી આમાં થોડો સુધારો જોવા મળ્યો છે.
ડેટા એ પણ દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓ માટે બેરોજગારીનો દર સૌથી વધુ 48.6% હતો, ત્યારબાદ કેરળ (46.6%), ઉત્તરાખંડ (39.4%), તેલંગાણા (38.4%) અને હિમાચલ પ્રદેશ (35.9%) છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં એકંદરે મહિલા બેરોજગારીનો દર 22.7% હતો, જે ઑક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં 22.5% કરતા થોડો વધારે હતો અને જાન્યુઆરી-માર્ચ 2023માં 22.9% કરતા થોડો ઓછો હતો.
આઈઆઈટીના 38% વિદ્યાર્થીઓ પણ પ્લેસમેન્ટ વગર રહ્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સનો વ્યાપ વધતા એન્જિનિયરીંગને માઠી અસર : અનેક આઈઆઇટી સેન્ટરોએ હાલના છાત્રોને નોકરી અપાવવા ભૂતપૂર્વ છાત્રો પાસેથી મદદ માંગી. આજે પણ વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ મહેનત કરે છે. મુશ્કેલ પરીક્ષા પાસ કર્યા પછી જ દેશની આ પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, 2024ના જે આંકડા બહાર આવી રહ્યા છે તે ચિંતાજનક છે. આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહ દ્વારા એક આરટીઆઇ અરજીમાં બહાર આવ્યું છે કે તમામ 23 આઈઆઈટી કેમ્પસમાં લગભગ 38% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું નથી.
આઇઆઈટી દિલ્હીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મેઇલ કરીને નોકરી મેળવવામાં મદદ માંગી છે અને વર્તમાન બેચમાં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓની ભલામણ કરી છે. આઆઇટી બોમ્બે અને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પણ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી મદદ માંગી છે. આઈઆઈટી દિલ્હીમાં 2023-24નું પ્લેસમેન્ટ સત્ર સમાપ્ત થવામાં છે. પરંતુ વિદ્યાર્થીઓને અહીં નોકરી મેળવવા માટે મુશ્કેલ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આરટીઆઈના જવાબ મુજબ, લગભગ 400 આઈઆઈટી વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી