૫૦ ટેન્કરોની માલગાડીને કાનાલુસથી રેવાડી રવાના કરાઈ
પશ્ચીમ રેલવે રાજકોટ મંડલના રેલ પ્રબંધક પી.બી.નિનાવેના જણાવ્યા પ્રમાણે રાજકોટ મંડલમાં પહેલીવાર પેટ્રોલિયમ પદાર્થ હાઈસ્પીડ ડિઝલથી ભરેલી માલગાડીને રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી. ૫૦ ટેન્કરોની આ માલગાડીનું પરિચાલન રિલાયન્સ રેલ ટર્મિનલ કાનાલુસથી રેવાડી માટે કરવામાં આવ્યું છે. આ ૫૦ ટેન્કરોમાં ૪૦ ટેન્કર હાઈસ્પીડ ડિઝલના તથા ૧૦ ટેન્કર મોટર સ્પીરીટ (પેટ્રોલ)ના હતા જેને સામેલ કરી એકવારમાં જ લગભગ ૬૫ લાખ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થયું છે. આ માલગાડીથી લગભગ ૨૭.૩૮ લાખ લીટરનું હાઈસ્પીડ ડીઝલ તથા ૭.૧૯ લાખ લીટર પેટ્રોલીનું પરિચાલન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પર્યાવરણમાં વાયુ પ્રદુષણ ઓછુ કરવા માટે હાઈ સ્પીડ ડિઝલનો ઉપયોગ યોગ્ય સાબિત થાય છે. આવનાર સમયમાં રાજકોટ મંડલથી હાઈસ્પીડ ડીઝલની પ્રતિ માસ ચાર થી પાંચ રેક (માલગાડી) બુક હોવાની સંભાવના છે. આ અવસર પર રાજકોટ મંડલના વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક અભિનવ જેફ, વરિષ્ઠ મંડલ ઈન્જિનિયર એન.કે.લોહિયા, વરિષ્ઠ મંડલ યાત્રિક ઈન્જીનિયર એસ.ટી.રાઠોડ તથા અન્ય શાખા અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.