દેશનું અર્થતંત્ર ગતિશીલ
GST આવકમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો: માર્ચ 2022માં 7.7 કરોડના ઇ-વે બીલ અપાયા
હાલના તબક્કે ભારત દેશ ની આવક ઉત્તરોતર વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક સંકટના વાદળો ઘેરાયા હતા તે પણ વિખેરાયા છે. સીટી પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારત દેશને વિવિધ ક્ષેત્રે ખૂબ મોટી માત્રામાં આવક ઊભી થઈ રહી છે ત્યારે જીએસટી ની વાત કરવામાં આવે તો એપ્રિલ માસમાં 1.7 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે જે અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આવક વધારવા પાછળ સૌથી મોટું કારણ એ પણ છે કે હાલ જે રીતે અર્થ વ્યવસ્થા અને આર્થિક સ્થિતિ સુધરી રહી છે અને વ્યાપારમાં પણ બીપી જોવા મળી રહી છે સામે સરકાર દ્વારા જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેનાથી વ્યાપારીઓ માં પણ સત્તા આવી છે અને તેઓ તેમનો જીએસટી સમય પર ભરવા માટે પ્રેરિત થયા છે.
હાલ સરકારને જીએસટી ની આવક થઇ છે તેમાં સૌપ્રથમ વખત દોઢ લાખ કરોડના માળખાને પાર કરવામાં આવ્યો છે. એટલુંજ નહીં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્ષીસ દ્વારા માર્ચ 2020 માં 7.7 કરોડ રૂપિયાના ઇ-વે બીલ પણ જનરેટ કરવામાં આવ્યા હતા. ગત માસની સરખામણીમાં 13 ટકા વધુ છે. પ્રાપ્ત માહિતી મુજબ સૂત્રોનું માનવું છે કે હાલ જે રીતે આર્થિક ગતિવિધિમાં વધારો જોવા મળ્યો છે અને જે રીતે વ્યવસાય સતત વૃદ્ધિ કરી રહ્યું છે તેને લઇ આ આંકડો વધી રહ્યો છે અને આવનારા સમયમાં પણ સરકારને જીએસટી મારફતે ખૂબ સારા એવા લાભ અને ફાયદો પણ પહોંચશે. બીજી તરફ ભારતના અનેક રાજ્યોમાં જીએસટીની આવકમાં પણ વધારો નોંધાયો છે જે સર્વાનુમતે રાષ્ટ્રની આવકમાં વૃદ્ધિ માટે અત્યંત કારગત નીવડ્યું છે.
એપ્રિલ 2022માં 1.1 કરોડ જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. આ મહિનાના અંત સુધીમાં જે આંકડો સામે આવ્યો તે 84. 7 ટકા નોંધાયો હતો જે ગત વર્ષે 78.3 અકા જોવા મળ્યો હતો. સાથોસાથ જીએસટી ભરનાર ઉદ્યોગકારોમાં જે તકલીફ નો માહોલ ઉભો થયો હતો તેને પણ સમય સૂચકતા ને ધ્યાને લઇને અધિકારીઓ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો અને પરિણામે જીએસટી આવકમાં પણ વધારો નોંધાયો છે ત્યારે આવનારા સમયમાં સરકાર વધુને વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરી જીએસટી આવક વધારવા માટે કાર્ય હાથ ધરશે.
દેશ પાસે ખાદ્યતેલનો પૂરતો જથ્થો : ભાવ નિયંત્રણની સાથે વિતરણ વ્યવસ્થા ઉપર પણ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરશે
રશિયા યૂક્રેન ની સ્થિતિ વધારે પેટ્રોલ-ડીઝલની સાથે તેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ભારત માટે સારા સમાચાર એ છે કે ખાદ્ય તેલ નું તે જથ્થો હોવો જોઈએ તે પૂરતી માત્રામાં છે જેથી લોકોને કોઇપણ પ્રકારે તકલીફનો સામનો નહીં કરવો પડે આ સાથે સરકારે પણ ભાવ નિયંત્રણમાં રાખવા અને વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે દિશામાં સતત ચર્ચા વિચારણા ની સાથે ગંભીરતાપૂર્વક
ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ ભારત દેશ પાસે 21 લાખ ટન જેટલું ખાદ્યતેલ નો જથ્થો રહેલો છે. સામે ઇન્ડોનેશિયા એ જે રીતે પામની નિકાસ ઉપર રોક લગાવી છે તેને પહોંચી વળવા માટે ભારત પાસે રહેલો જથ્થો પુરતો છે. ગુજરાત સરકારી અધિકારીઓ પણ વિવિધ તેલ ઉત્પાદક એસોસિયેશન સાથે મિટિંગ યોજી ભાવ ને કેવી રીતે ચલાવી શકાય તે દિશામાં સતત ચર્ચા વિચારણા કરી રહ્યું છે.
ભારત યુએઈ વચ્ચે થયેલા કરારો પૈકીનું પ્રથમ ક્ધસાઇનમેન્ટ દુબઈ ખાતે મોકલાયું
સમગ્ર વિશ્વમાં ભારતની જે છબી છે તે ખૂબ જ મજબૂત બની રહી છે અને સમગ્ર વિશ્વ ભારત તરફેણ આવી રહ્યું છે અને ભારત સાથે વ્યાપારિક સંધિ કરવા માટે પણ તૈયારી દાખવી રહ્યું છે. કોના દેશોનું માનવું છે કે ભારત એકમાત્ર વિકલ્પ છે કે જે વ્યાપારિક રીતે બધા દેશો સાથે જોડાઈ શકે છે ત્યારે ભારત યુએઈ વચ્ચે કરાર થયા છે તે પૈકી પ્રથમ ક્ધસાઇનમેન્ટ દુબઈ ખાતે રવાના કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ભારત યુએઈ વચ્ચે વ્યાપારિક કરાર થયા છે તેમાં ભારતના નિકાસકારોને એક પણ ડ્યુટી ભરવી નહીં પડે અને તેઓ અન્ય દેશોમાં મુક્ત
મને વ્યાપાર પણ કરી શકશે. બીજી તરફ આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે નો વ્યાપાર આશરે સાડા સાત લાખ કરોડને પાર પહોંચે તેવી આશા અને શક્યતા પણ જોવા મળી રહી છે.