મહારાષ્ટ્રમાં આવેલા પૂરે કોલ્હાપૂર જિલ્લામાં સૌથી વધારે નુકશાની નોતરી: અનેક
વિસ્તારોમાં હેલીકોપ્ટર દ્વારા ફૂડ પેકેટો અને રાહત સામગ્રીઓ એર-ડ્રોપ કરાય
વરૂણદેવની અવિરત મહેરના કારણે થોડા સમય પહેલા પાણીની તંગીથી પીડાતા મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો પર જળબંબાકાર કરી દીધો છે. આ ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂરના કારણે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વિનાશ વેરાયો છે. અને તેના કારણે અત્યાર સુધીમાં ૩૦ લોકોના મૃત્યુ પામ્યાના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરના કારણે સાંગલી, કોલ્હાપૂર સહિતના હાઈવે છેલ્લા એક અઠવાડીયાથી પાણક્ષમાં ગરક થઈ ગયા હોય આ હાઈવે પર વાહન વ્યવહાર થંભી જવા પામ્યો છે. જેથી, ગુજરાતમાંથી બટેટા લઈને કર્ણાટકના બેલગામ જિલ્લામાં જતા સેંકડો ટ્રકો હાઈવે પર અટવાઈ જવા પામ્યા છે. જે કારણે આ ટ્રકોમાં રહેલા સેંકડો ટન બટેટા બગડી રહ્યા છે.
એક અઠવાડીયા કરતા વધારે સમય પહેલા ગુજરાતમાંથી બટેટા અને શાકભાજી લઈને કર્ણાટકના બેલગામ જિલ્લામા જઈ રહેલા સેંકડો ટ્રકો સાંગલી કોલ્હાપૂર હાઈવે નં.૪ બંધ હોવાના કારણે ફસાય જવા પામ્યા છે. આ સેંકડો ટ્રકો કોલ્હાપૂર શહેરની આસપાસના ૫૦ કી.મી. વિસ્તારમાં હાઈવે પર ફસાયેલા છે. આમાના એક ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતુકે અમે ગુજરાતમાંથી ૩૦ ટન બટેટા લઈને નીકળ્યા હતા પરંતુ ભારે પૂરના કારણે હાઈવે બંધ હોવાથી છેલ્લા એક અડવાડીયાથી અહીં અટવાઈ ગયા છે. જેના કારણે ટ્રકમાં ભરેલા પાંચ લશખ રૂા.ની કિંમતના ૩૦ ટન બટેટા બગડી રહ્યા છે. અમે આગળ કે પાછળ જઈ શકી એમ નથી આ પૂરની સ્થિતિમાં કોલ્હાપૂર શહેર મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખરાબ સ્થિતિમાં કોલ્હાપૂરવાસીઓને બચાવવા સેંકડો બચાવ ટુકડીઓ કાર્યરત છે. કોલ્હાપૂર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતુ કે જીલ્લાનાં કેટલાક વિભાગોમાં રસ્તાઓ પર ભારે પૂરના પાણી ભરાયેલા હોય ત્યાં રાહત સામગ્રી લઈને જઈ શકાય તેવી સ્થિતિ ન હોય ફૂડ પેકેટોને હેલીકોપ્ટરોમાથી એરડ્રોપ કરવામાં આવ્યા છે.
જયારે અનેક ભાગો કે જયાં પાણીનું સ્તર ચાર ફૂટથી ઓછુ હોય બોટનો ઉપયોગ થઈ શકતો નથી ત્યાં ટ્રેકટર દ્વારા સહાય અને રાહત સામગ્રીને મોકલવામાં આવી રહી છે. ગઈકાલે એનડીઆરએફની ટીમે જિલ્લામાંથી ચાર સગર્ભા સ્ત્રીઓને બચાવી હતી એનડીઆરએફની ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૧૭ હજાર કરતા વધારે લોકોને સલામત સ્તરે ખસેડયા છે. કોલ્હાપૂર શહેરનાં અનેક સ્થાનો પર પાણીનું સ્તર એટલુ વધારે છે કે હોટલ, શોરૂમ ગોડાઉન, મકાનોની માત્ર છત જ દેખાય છે
સમગ્ર મહારાષ્ટ્રમાં પૂરથી ભરાયેલા નગરોમાંથી બે લાખ લોકોને બચાવવામાં આવ્યા છે. ઈંધણ, ખોરાક અને પીવાના પાણી સહિતના મૂળભૂત પૂરવઠો માટે રહેવાસીઓ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લગભગ ૪,૦૦૦ ઘરો નાશ પામ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે કાઢવામાં પાણી સંપૂર્ણ રીતે કાઢવામાં ઘણા દિવસો લાગી શકે છે. ઉપરાંત આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહીએ વધુ નુકશાન થવાની આશંકા વ્યકત કરી છે.
સમગ્ર મહારાષ્ટ્રમાં ૩૦ થી વધુ લોકો માર્યા ગયા છે. અને ચાર લાખ લોકો વિસ્થાપિત થયા છે. એનડીઆરએફ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), કોસ્ટગાર્ડ, નેવી અને આર્મી સહિતની ૧૦૦થી વધુ બચાવ ટીમોને પૂના, કોલ્હાપૂર, સાંગલી અને રત્નાગીરી સહિત ૧૦ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પૂર માટે અભૂતપૂર્વ વરસાદને કારણભૂત ગણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે. ૨૦૦૫ના વર્ષ કરતા બમણાથી વધુ ભારે વરસાદ થવાના કારણે આ સ્થિતિ નિર્માણ થવા પામી છે.