મોટાભાગની એજયુકેશન લોન વિદ્યાર્થીઓને બદલે વાલીઓ દ્વારા ચૂકવવામાં આવે છે
ભણતર માટે શિક્ષણ લોનની સુવિધા મળી રહે છે પરંતુ લોન લીધા બાદ વિદ્યાર્થીઓ બદલે વાલીઓ જ લોનની ચૂંકવણી કરે છે. જેથી બેંકોની માઠી દશા સર્જાઈ છે. શિક્ષર લોનની નોન પ્રોફીટ એસેટસમાં એક જ વર્ષમાં ૮૪ ટકાનો વધારો થયો છે. ત્યારે બેંકોની બેડ લોનમાં એક જ નાણાંકીય વર્ષમાં આટલો વધારો આવવાથી અનેક મુશકેલીઓ સર્જાઈ શકે છે. બેંકરોનું કહેવું છે કે રિટેલ મધ્યમ અને માઈક્રો ઉદ્યોગોમાં વધુ અસરો જોવા મળી રહી છે. વ્યકિતગત આવકને કારણે નોકરીના સર્જનમાં મુશકેલીઓ પડી રહી છે. રોજગારીની પૂરતી તકોના અભાવે લોન રિપેમેન્ટમાં વિલંબ થતો હોય છે. જે ખૂબજ ચિંતાજનક બાબત છે.
ત્યારે છેલ્લા સાત વર્ષોમાં શિક્ષણ લોનમાં સૌથી વધુ એનપીએ ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં નોંધાયા છે. બેંકો મુજબ મોટાભાગની શિક્ષણ લોન વિદ્યાર્થીઓ દ્વારા ભરવાને બદલે વાલીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. જેને કારણે વ્યકિતગત આવક ઉપર અસરો જોવા મળી રહી છે.