કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં સુધારો કરી આકરા દંડની જોગવાય કરી છે. દંડની રકમમાં તોતીંગ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે દેશભરમાં ભારે ગોકીરો મચી ગયો છે આકરા દંડથી બચવા લોકો દ્વારા હેલ્મેટ ખરીદ કરવા પડાપડી થઇ રહી છે. અને પી.યુ.સી. સેન્ટર પર લાબી લાઇનો અને આર.ટી.ઓ. ખાતે હાઇસિકયુરીટીની નંબર પ્લેટ લગાવવા લોકોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
હાલ ગુજરાતમાં લાખો વાહન ચાલકોએ હાઇસિકયુરીટી નંબર લગાવી ન હોય અને નંબર પ્લેટ લગાવવાની નકકી કરેલી આખરી તારીખ નજીક આવી ગયા બાદ લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે એક યાદી જાહેર કરી હાઇસિકયુરીટીની નંબર પ્લેટ અને પીયુસી ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
મોટર વ્હીકલ્સ અધિનિયમ ૨૦૧૯ ના અમીલકરણ તા. ૧૬-૯-૨૦૧૯ થી ગુજરાત સરકારે નકકી કરેલ છે. પરંતુ જાહેર જનતાને પોલ્યુશન અન્ડર ક્ધટ્રોલ (પીયુસી) મેળવવાનું અને હાઇ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (એચ.ડી.આર.પી.) લગાવવાની કામગીરી અંગે સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી મુદતમાં વધારો કરવાનું નકકી કરેલ છે. જે મુજબ પીયુસીની મુદત તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ ના બદલે તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.
જયારે એચ.એસ.આર.પી. લગાડવાની મુદતમાં એક માસનો વધારો કરવામાં આવેલ છે. જે મુજબ એચ.એસ.આર.પી. લગાવવાની કામગીરી તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી લંબાવવાનું સરકારએ નકકી કર્યાનું કમિશનર વાહન વ્યવહાર ની કચેરી દ્વારા જાહેર જનતાને જણાવ્યું છે.