કોઠારીયાની નારાયણનગર ક્ધયા શાળામાં લર્નિંગ સેન્ટરને ખુલ્લુ મુકતા શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવે
સરકારી શાળાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત આઈ.એ.એસ. ઓફિસર્સ વાઈવ્ઝ એસો.નું અભિયાન પ્રેરણાદાયી
કોઠારીયાની નારાયણનગર ક્ધયા શાળાના લર્નિગ સેન્ટરને ખુલ્લું મુક્તા શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ ગુજરાત આઈ. એ. એસ. ઓફિસર્સ એસોસિએશનના શૈક્ષણિક પ્રેરણાત્મક અભિયાનને બિરદાવતા કહ્યું હતું કે, જયારે સમૃદ્ધ ઘરની મહિલાઓ કીટી પાર્ટીઓમાં વ્યસ્ત હોઈ છે ત્યારે ગુજરાતના આઈ.એ.એસ. અધિકારીઓની પત્નીઓ દવારા સરકારી શાળાના બાળકોને જરૂરી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે માત્ર માળખાકીય સુવિધા ઉભી કરવી એ કોઈપણ કરી શકે પરંતુ પોતાના સિરે જવાબદારી લઈ શિક્ષણ કાર્યમાં જોડાવું એ બહુ જ મોટી સિદ્ધિ છે.
આ તકે તેમણે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં સેનાના જવાનો દ્વારા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો તે કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથોસાથ રક્ષા મંત્રી નિર્મલા સિતારમને જે બહાદુરીપૂર્વક સાથ આપ્યો છે તેનાથી ભારતની નારીઓનું ગૌરવ વધ્યું છે અને તેમાંથી પ્રેરણા લઈ કન્યાશાળાની સૌ વિદ્યાર્થીઓ ભણી ગણી દેશનું નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કોઠારીયા વિસ્તારમાં એક પણ હાઈસ્કૂલ નો હોય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે એ આ વિસ્તારમાં રૂ. ૩.૪૯ કરોડના ખર્ચે અદ્યતન હાઈસ્કૂલનું નિર્માણ કરાશે તેમ જણાવ્યું હતું.મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ પાનીને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, જયારે વાવડી અને કોઠારીયા વિસ્તાર રાજકોટમાં ભળ્યા ત્યારે અહીં રોડ રસ્તા અને માળખાકીય સુવિધા અલ્પ વિકસિત હતી.
આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થાય અને શૈક્ષણિક ઝોન તૈયાર થાય તે માટે પાનીએ આ વિસ્તારની શાળા પસંદ કરી વિવિધ સંસ્થાઓ, ગ્રામજનો અને એનજીઓના સહયોગથી ઉત્તમ શાળાનું નિર્માણ કર્યું છે.ઉપસ્થિત વિદ્યાર્થનીઓને તેમણે કહ્યું હતું કે આવનારો સમય એ જ્ઞાનનો સમય છે અને મહિલાઓ કોઈપણ ક્ષેત્રે પાછળ ના રહી જાય તે માટે જરૂરી તમામ સાધન સહાય પર્યાપ્ત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
આઈ. એ. એસ. વાઈવ્ઝ એસોસિએશનના પ્રેસિડન્ટ મીના સિંઘે આ એસોસિએશનનો ઉદેશ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, જેમ પ્રાઇવેટ શાળામાં શિક્ષણની સાથોસાથ બાળકોના વિકાસ માટે એક્સ્ટ્રા કરીક્યુલમ પ્રવુતિ થાય છે તે જ રીતે સરકારી શાળાના જરૂરિયાતમંદ બાળકોને પણ આવી સુવિધા મેળવી જોઈએ અને તેમનો પણ સર્વાંગી વિકાસ થવો જોઈએ. કોઠારીયા સ્થિત નારાયણનગર કન્યા શાળા દત્તક લેનારા સીમાબેન પાનીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર અતિ પછાત હતો.
અહીં બહારના રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા પરિવારની ક્ધયાઓને પણ સારુ શિક્ષણ મળી રહે તે હેતુ થી આ ક્ધયા શાળા દત્તક લેવામાં આવી હતી. અહીં ૫૦૦ થી વધુ બાળાઓ અભ્યાસાર્થે આવતી હોઈ આ વિદ્યાર્થીનીઓને સુંદર વાતાવરણમાં અદ્યતન ટેક્નોલોજી યુક્ત શિક્ષણ મળી રહે તે માટે લર્નિંગ સેન્ટર ઉભું કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.આ પ્રંસગે મેયર બીનાબેન આચાર્ય, મમતા અગ્રવાલ, પ્રીતિ રાકેશ, પૂનમ બાવળા, જ્યોત્સ્ના જોશી, ઈન્દ્રાણી ચક્રવાત, અર્ચના રાજગોપાલ, પૂર્વ ડે. મેયર દર્શિતાબેન શાહ, મેડિકલ કોલેજના ડીન ડો. ધ્રુવ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને શાળાની વિદ્યાર્થનીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.