સરકાર ભાર વગરના ભણતરની વાત કરી રહી છે એટલુંજ નહીં તેની યોગ્ય અમલવારી શક્ય બને તે દિશામાં વિવિધ નીતિ-નિયમો પણ બનાવી રહી છે. પરંતુ ખરી વાસ્તવિકતાતો એ છે કે, હાઈસ્કૂલના વિધાર્થીઓ ધોરણ 2ના પાઠ્યપુસ્તક વાંચવામાં ’અભણ’ સાબિત થયા છે. જે આંકડો આશરે 52 ટકાથી પણ વધુનો છે. ઓનલાઈન શિક્ષણમાં બાળકો દ્વારા જવા અભ્યાસ કરવામાં આવ્યો તેને જોતા બાળકોની વાંચન અને ગણિતના પ્રશ્નો ઉકેલવામાં પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે બાળકોને જો શાળામાં જ શિક્ષણ શિક્ષકોની હાજરીમાં આપવામાં આવ્યું હોટ કોરોનાના નીતિ નિયમોને ધ્યાને લઇ તો બાળકોના કૌશલ્યને કોઈ ક્ષતિ ન પહોંચી હોત. હાલ ધો.8ના વિધાર્થીઓ ધો.2ના પાઠ્યપુસ્તક વાંચવામાં ઉણા ઉતરી રહ્યા છે. પ્રથમ ફાઉન્ડેશન દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં  આવ્યો તેમાં ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે , હાઈસ્કૂલના બાળકો વાંચન અને લખાણ શૈલીમાં ઘણા પાછળ છે.

વાલીઓને આવકનું ગ્રહણ લાગ્યું, સરકારી શાળા તરફનો જોક વધ્યો !!!

સરકારી શાળામાં 6 વર્ષથી લઇ 14 વર્ષના બાળકો હાલ વધુ એડમિશન લઈ રહ્યા છે. આંકડાકીય માહિતી જો લેવામાં આવે તો વર્ષ 2018માં 85.6 ટકા બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા જે આંકડો હવે વર્ષ 2022માં  90.9 ટકા સુધી પહોંચી ગયો છે. ગુજરાતે ઘો.8માં 20 ટકા જેટલો ઘટાડો નોંધાવ્યો છે જેમાંથી 52 ટકા વિધાર્થીઓ ધો.2ની પાઠ્ય પુસ્તક પણ વાંચી શકતા નથી. એટલુંજ નહીં ધો.5ના વિધાર્થીઓ પણ ધો.2ના પાઠ્યપુસ્તકોને વાંચવામાં સક્ષમ નથી. જે આંકડો વર્ષ 2022માં 33.9 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં શિક્ષણની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, કોરોનાના પગલે બાળકોમાં શિક્ષણ અંગેનું કૌશલ્ય ઘટ્યું છે. પરંતુ અન્ય રાજ્યોમાં આ ટકાવારી ખુબજ વધુ છે.

ગુજરાત રાજ્ય પ્રાઇમરી ટીચર એસોસિએશનના દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે શિક્ષણ શાળામાં અભ્યાસ કરીને મળવું જોઈએ તે ન મળતા હાલ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને વિદ્યાર્થીઓને ઘણી નુકસાની પણ વેઠવી પડી છે. આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે એક ક્લાસમાં અભ્યાસ કરતા કુલ બાળકોની સંખ્યા માંથી 25 ટકા વિદ્યાર્થીઓ એવા છે કે તેઓને લર્નિંગ લોસ થયો છે. ધોરણ બે અને ધોરણ ચાર ના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને તેમના કૌશલ્યમાં પણ વધારો નોંધાયો છે. તરફ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથોસાથ વાલીઓ ની આવકને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું છે અને તેઓએ તેમના બાળકોનો અભ્યાસ ખાનગી શાળાઓના બદલે સરકારી શાળાઓમાં શરૂ કરાવ્યો છે. 2018 માં 12 ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ મેળવતા હતા જે આંકડો વર્ષ 2022માં 8 ટકાએ આવી ગયો છે. ધોરણ ત્રણ અને ધોરણ ચારના વિદ્યાર્થી ગણિતમાં પણ ઘણા પ્રશ્નો ઉદભવીત થયા છે. હાથની ગંભીરતાને લઈ શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે શું ચાલુ રોગથી યોગ્ય વ્યવસ્થા ઉભી કરી જે વિદ્યાર્થીઓને લર્નિંગ લોસ થયો છે તેમાં તેની ભરપાઈ કઈ રીતે કરી શકાય તે દિશામાં પગલાં ભરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.