સંવેદનશીલ મુખ્યમંત્રીનો વિકાસની ઊંચાઈ આંબતો નિર્ણય
વર્ષ ૨૦૧૭ થી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીનું સુકાન સંભાળ્યું ત્યારથી અત્યાર સુધી ઘણા બધા સારા સંવેદનશીલ અને પ્રજાલક્ષી નિર્ણયો તેમણે લીધા છે. આગામી દિવસોના પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાઓને લઈને જે રીતે મુખ્યમંત્રી કોમનમેન ની જેમ કાર્ય કરી રહ્યા છે તે ગુજરાતને ખરેખર વિકાસ તરફ લઈ જવાના સત્યૃત્ય પગલાં ગણી શકાય.
સમગ્ર દુનિયા વર્ટિકલ ગ્રોથ કરે છે, જમીનોની ઉપલબ્ધતા હોય તેવા દેશોએ પણ ગ્રાઉન્ડ કલીયરન્સ વધારે રાખી મહત્તમ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં વધુ ને વધુ લાભ લીધેલ છે અને વિકાસ કરે છે .જ્યારે ભારતમાં પ્રમાણમાં ટૂંકી જમીન અને વસ્તી વધારે હોવા છતાં ૨૦૦૦ ની સદી સુધી હોરિજન્ટલ ગ્રોથમાં જ સીમિત રહ્યું છે, જેને લઇ સ્લમ લોકોના ઘરની ઉપલબ્ધિઓ , સુચારુ વ્યવસ્થા ને કારણે આ બધી સમસ્યાઓના ઢગ ખડકાઇ ગયેલ અને આમાં મહદંશે બ્યુરોકાર્ટ કે જે અમલદારશાહી કહી શકાય તે લોકોએ વીસમી સદી સુધી આપણને અલગ અલગ કાયદા નીચે અને ભ્રષ્ટાચારને લઈ વિકાસમાં રોડા નાખેલા, એમની જણસીરૂપે એફ.એસ.આઈ ની મર્યાદા બાંધી લોકોને ઘરનું ઘર દીવા સ્વપ્ન સમાન બની ગયા .તેને લઇ ઝૂંપડપટ્ટીઓ , ગંદકીઓ અને સ્વચ્છતા સહિતના પ્રશ્નો ઊભા થયેલા. જ્યારે ટેકનોલોજી અને સાધનો પૂરતા ઉપલબ્ધ હોય તો લોકોને શા માટે વિકાસ વંચિત રાખવા જોઈએ ? આ પ્રશ્નો વર્ષોથી લોકોને અકળાવી રહ્યો હતો.
વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સુકાન સંભાળ્યું અને રાજકોટ શહેેરમાંં મીડિયા હાઉસની મુલાકાત લીધેલ ત્યારે અબતકે આ વર્ષોથી સળગતા પ્રશ્નોનું રૂબરૂમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ૧૦ પ્રશ્નો પૂછેલા. તેમાં અગત્ય નો પહેલો પ્રશ્ન એ હતો કે દુનિયા આખી જે વર્ટિકલ ગ્રોથ કરે છે, નાના દેશો જેવા કે મકાઉ, સિંગાપુર, દુબઈ વર્ટિકલ ગ્રોથ કરી અને સારા પરિણામો આપેલ છે, તો ગુજરાત અને ભારત શા માટે વંચિત રહે ? અને શા માટે એફ.એસ.આઈ ૧.૮ કે ૨.૭ ની મર્યાદામાં હોવી જોઈએ ?ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીએ પ્રત્યુત્તરમાં અબતક ની માંગણી હતી કે ચારથી વધુ એફ.એસ.આઇ આપવી જોઈએ. તેનો હકારાત્મક જવાબ આપીને સ્ટેપવાઈઝ ખાસ કરીને મોટા શહેરોમાં કે જ્યાં વસ્તી ગીચતા છે શહેરો ઉપર નું ભારણ વધારે છે.
નાનામાં નાનો માણસ મકાનથી વંચિત ન રહે તે માટે એફોર્ડેબલ હાઉસ બની શકે તેને ધ્યાને લઇ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નું વર્ષ ૨૦૨૨ નું એક કરોડ મકાનના મિશનમાં ગુજરાત અગ્રેસર રહે તે રીતે મુખ્યમંત્રીશ્રીનો આજનો ૫.૪ સુધી એફ.એસ.આઇ અને ૭૦ માળ થી વધુ બિલ્ડિંગ બની શકે અને લોકોના સ્વપ્નનું ઘર જલ્દી પૂર્ણ થાય તેવો સંવેદનશીલ નિર્ણય ગુજરાતના વિકાસને હરણફળ ભણાવશે.