કુલ મતદારો પૈકી અડધા મતદારો લેઉઆ પાટીદાર છતા અહીં ચૂંટાઈ છે ક્ષત્રિય ઉમેદવાર

ગોંડલ વિધાનસભા બેઠક પાટીદાર પ્રભુત્વ ધરાવતી હાઈપ્રોફાઈલ બેઠક છે. કુલ મતદારો પૈકી અડધા મતદારો લેઉવા પાટીદાર હોવા છતાં અહીં ક્ષત્રિય ઉમેદવારોનો દબદબો રહે છે પરંતુ આ વખતે ગોંડલ બેઠક માટે બે બળુકા જુથ ની ખેંચતાણ ને લઈ ને આ બેઠક હવે ક્ષત્રિય ઉમેદવાર માટે જોખમી બને તેવી પણ ભીતિ સર્જાઈ છે.

ગોંડલ વિધાનસભા ના મતદારો ની વાત કરીએ તો આ બેઠક પર પુરુષ મતદારો 1,18,218 તથા સ્ત્રી મતદારો 1,10,212 મળી કુલ 2,28,430 પૈકી 1,15000 થી વધુ મતદારો માત્ર લેઉવા પાટીદારો છે.જ્યારે કડવા પાટીદાર 20,000 ઉપરાંત કોળી,દલીત, લઘુમતી મતદારો પણ વીસ વીસ હજાર છે.ક્ષત્રીય મતદારો 7000 છે.આમ કુલ મતદારો પૈકી અડધોઅડધ મતદારો લેઉવા પાટીદાર છે.ગોંડલ બેઠક છેલ્લા અઢી દશકા થી ભાજપ નો ગઢ ગણાય છે.એટલે જ કદાચ ભાજપ ની ટીકીટ માટે બાહુબલી જુથો વચ્ચે ટકરાવ સર્જાયો છે.

ગોંડલ બેઠકનો છેલ્લા સાઇઠ વર્ષ નો ઇતિહાસ જોઈએ તો વર્ષ 1962 માં કોંગ્રેસ ના વજુભાઇ શાહ,1967 મા ડો.દેવશીભાઈ પટેલ, 1972 તથા 1975 બે ટમઁ માટે પોપટભાઇ સોરઠીયા,1980 માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપ, 1985 ફરીવાર પોપટભાઇ સોરઠીયા કોંગ્રેસ, 1990 તથા 1995 બે ટમઁ માટે મહિપતસિંહ જાડેજા જેમા પહેલીવાર અપક્ષ તથા બીજી ટર્મ એનસીપી દ્વારા લડી ધારાસભ્ય બન્યા હતા.1998 તથા 2002 ની બે ટર્મ ભાજપ ના જયરાજસિહ જાડેજા ધારાસભ્ય તરીકે ચુટાયા હતા.

2007 મા એનસીપી ના ચંદુભાઇ વઘાશીયા ચુટાયા હતા.2012 મા ફરીવાર ભાજપ ના જયરાજસિહ જાડેજા ચુંટાયા હતા.અને 2017 મા ભાજપ ના ગીતાબા જાડેજા આ બેઠક પર પ્રથમ મહીલા ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.પોપટભાઇ સોરઠીયા બે ટર્મ કોંગ્રેસ તથા એક ટર્મ કીમલોપ વતી ચુંટાયા હતા.અલબત્ત આ બેઠક પર ભાજપ નો દબદબો બરકરાર રહ્યો છે.માજી મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે બનાવેલા નવા પક્ષ વતી આ બેઠક પર માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા કરારી હાર નો સ્વાદ માણી ચુક્યા છે. ગોંડલ નુ રાજકારણ આગેવાનો ની હત્યાઓ થી પણ કલંકિત રહી ચુક્યુ છે.આમ ગોંડલ ની બેઠક હમેંશા હાઇ પ્રોફાઇલ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.