પ્રાંત અધિકારી વી. સી. બોડાણા, લાઠી, મામલતદાર આર. કે. મનાત, લાઠી, RCHO ડો. આર. કે. જાટ અમરેલી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા, લાઠી ની અધ્યક્ષતાહેઠળ લાલજી દાદાના વડલા ખાતે રૂબેલા અંતર્ગત લાઠી તાલુકા ની જે જે શાળા માં સંતોષકારક કામગીરી થયેલ હતી એ બાબત જે તે શાળા ના આચાર્યો ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું
મીટિંગ દરમિયાન માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી લાઠી દ્વારા તમામ શાળા ની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી, ડો. આર કે જાટ, ડો આર આર મકવાણા, ડો સિંઘ દ્વારા રૂબેલા તથા આરોગ્ય વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હતી, તેમજ જે જે શાળામાં ઓછી કામગીરી ત્યાં ફરીથી રસીકરણ નો બીજો રાઉંડ થાય અને વધારે મા વધારે સંખ્યા માં વિદ્યાર્થી ઓ ને રસીકરણ થાય અને ૧૦૦% રસીકરણ કવરેજ થાય તેવી સૂચના આપવામાં આવી.તેમજ આ મીટીંગમા ડો. હિતેશ પરમાર મેડીકલ ઓફિસર, ડો. શિતલબેન રાઠોડ, તાલુકા સુપરવાઇઝર તથા આરોગ્ય સ્ટાફ લાઠી હાજર રહ્યા હતા.