- ઉચ્ચ ઢોળાવવાળા વિસ્તારને કારણે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન, પુર અને હિમપ્રપાત જેવી કુદરતી આફતોનું જોખમ વધુ
2013માં કેદારનાથ પુર દુર્ઘટના, 2023 માં જોશી માટે પુર દુર્ઘટના, અવારનવાર ભૂસ્ખલન અને હિમપ્રભાત જેવી દુર્ઘટના હિમાચલ પ્રદેશમાં સર્જાતી હોય છે. હિમાચલ પ્રદેશમાં ઉચ્ચ પર્વતીય વિસ્તાર વધુ હોવાને કારણે કુદરતી આફતો આવતી હોય છે ત્યારે આ અંગે તાજેતરમાં જ કરાયેલા એક અભ્યાસ અનુસાર, હિમાચલ પ્રદેશ નું 45% થી વધુ વિસ્તાર પુર ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવી કુદરતી આફતો માટે ખૂબ જ સંવેદનશીલ છે જોખમ-સંભવિત વિસ્તારોમાં મધ્યમથી ઉચ્ચ ઊંચાઈવાળા ઢોળાવનો સમાવેશ થાય છે, જેમાં ઢાળવાળા પર્વતીય પ્રદેશો સૌથી વધુ જોખમમાં છે તેવું સામે આવ્યું હતું.
ભારતીય ટેકનોલોજી સંસ્થા (IIT), રોપરના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, હિમાચલ પ્રદેશના 45% થી વધુ વિસ્તાર પૂર, ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવી કુદરતી આફતો માટે ખૂબ જ સંવેદનશીલ છે. ટીમે તાજેતરમાં હિમાલયના રાજ્યોમાં બહુવિધ-જોખમી સંવેદનશીલતાનું મૂલ્યાંકન કરવા માટે બહુવિધ IIT ના સંશોધકો અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રયાસના ભાગ રૂપે અનેક કુદરતી આફતોથી ઉચ્ચ જોખમ ધરાવતા પ્રદેશોને ઓળખવાનો અને લક્ષિત આપત્તિ જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ સાથે રાજ્યનું જોખમ સંવેદનશીલતા મેપિંગ પૂર્ણ કર્યું છે.
IIT રોપર ટીમે 14-15 ફેબ્રુઆરીના રોજ IIT બોમ્બે ખાતે આયોજિત બીજી ઇન્ડિયન ક્રાયોસ્ફિયર મીટ (ICM) માં આ અંગેના પોતાના તારણો રજૂ કર્યા હતા, જેમાં વિશ્વભરના લગભગ 80 હિમનદીઓમાં શા કારણે શું ફેરફારો થઈ રહ્યા છે તે અંગેના સંશોધકો અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. જેમાં IIT રોપરના એસોસિયેટ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ MTech દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં રાજ્યની નબળાઈનું મૂલ્યાંકન કરવા માટે ભૂ-અવકાશીય ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જે અંગે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, “અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 5.9 ડિગ્રી અને 16.4 ડિગ્રી વચ્ચે સરેરાશ ઢોળાવ અને 1,600 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા વિસ્તારો ખાસ કરીને ભૂસ્ખલન અને પૂર બંને માટે સંવેદનશીલ છે. તેમજ 16.8 ડિગ્રી અને 41.5 ડિગ્રી વચ્ચે ઢોળાવ ધરાવતા ઉચ્ચ-ઊંચાઈવાળા પ્રદેશોમાં હિમપ્રપાત અને ભૂસ્ખલન બંને થવાની શક્યતા વધુ છે.” આ સાથે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઢાળવાળા પર્વતીય ઢોળાવ અને 3,000 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારો “સૌથી વધુ જોખમ” પર છે. GIS-આધારિત મેપિંગનો ઉપયોગ કરીને, અભ્યાસમાં જોખમી વિસ્તારોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પૂર અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારો સામાન્ય રીતે નીચા-ઊંચાઈવાળા નદી ખીણોમાં સ્થિત હોય છે, જ્યારે ઊંચાઈવાળા પર્વતો હિમપ્રપાતના વધુ જોખમનો સામનો કરે છે. આ ઉપરાંત હાલમાં ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં બહુ-જોખમી સંવેદનશીલતાનું મૂલ્યાંકન કરવા માટે અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.