કોરોના મહામારીમાં મૃત:પ્રાય બનેલા ટુરીઝમ ઉઘોગને વેગ આપવા ધાર્મિક સ્થળો ખોલવા જરુરી બન્યાં છે. ત્યારે નવી ગાઇડલાઇન જાહેર કરી લોકો હરી ફરી શકે તેવી વ્યવસ્થા કરવા યાત્રી પ્રવાસી એન્ડ ટુર ઓપરેટર્સ દ્વારા વડાપ્રધાને લેખીત રજુઆત કરાઇ છે. રજુઆતમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારી લોકાડાઉનથી ટુરીઝમ ને દેશમાં સૌથી મોટો ફટકો પડેલ છે.
જેને લગતા હજારો માણસો બેકાર થઇને રોજગારી છીનવાઇ ગઇ છે.રાજયોમાં અલગ અલગ લોકડાઉન વિચિત્ર લોકડાઉનથી ભીડ તો બધે થાય છે. માણસોની અવર જવર પણ એક રાજયમાંથી બીજા રાજયમાં થાય છે ત્યારે હવે ટુરીઝમને વેગ આપવા દેશના તમામ ધાર્મિક પર્યટન સ્થળો હોટલ રેસ્ટોરેન્ટ અને તમામ ટ્રેન ચાલુ કરવા જોઇએ.
કોઇપણ જગ્યાએ ગમે તેવું લોકડાઉન હોય પણ ધાર્મિક પર્યટન સ્થળો ખુલ્લા રાખવા જોઇએ જેથી હજારો લોકોને રોજગારી મળે અને હજારો લોકો બેકાર ન બને આપઘાત ન કરે. ભીડ બધે થાય છે ભીડ કયાં નથી થતી આમ ધાર્મિક પર્યટન સ્થળો બંધ રાખવાથી કોરોના જતો નથી ભીડ ઓછી થતી નથી અને કાયમી ખુલે તેવી મંજુરી આપવી જોઇએ, ટુર એજન્ટો રજીસ્ટ્રર છે તેને સહાય આપવી જોઇએ, લકઝરી બસોને ટેકસ માફી આપવી જોઇએ.
કોઇપણ જગ્યાએ લોકડાઉન થાય તો પણ દેશના તમામ ધાર્મીક પર્યટન ચાલુ રહે તો જ પ્રવાસની ગોઠવણી થાય તો પણ દેશના તમામ ધાર્મીક પર્યટન ચાલુ રહે તો જ પ્રવાસની ગોઠવણી થાય અને નવા નિયમો, નવી ગાઇડ લાઇન કરી કાયમી લાગુ કરી લોકો યાત્રીઓ દર્શન કરી શકે હરીફરી શકે તેવી વ્યવસ્થા કરવા અંતમાં જણાવ્યું છે.